હૈદરાબાદઃપેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે મંગળવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ડીઝલ 95.87 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 84 પૈસાનો વધારો :મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં (Petrol Diesel Price) પ્રતિ લીટર 84 પૈસાનો વધારો થયો છે. આ રીતે અહીં પેટ્રોલ 119.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તેની કિંમત 103 રૂપિયા 92 પૈસા પ્રતિ લિટર થઈ ગઈ છે. કોલકાતામાં પેટ્રોલ 114.28 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.02 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:Petrol Diesel Price : આજે ફરી મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો વધારો :સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો વધારો થયો હતો, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલ પ્રાઇસ નોટિફિકેશન અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 103.41 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 103.81 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 94.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 95.07 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. . તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 118.83 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલ 103.07 રૂપિયા પ્રતિ લીટર પર જોવા મળ્યું છે. મુંબઈમાં સોમવારે ડીઝલની કિંમતમાં 43 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.
આ પણ વાંચો:Petrol Diesel Price : એક દિવસની રાહત બાદ આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક ટેક્સના આધારે તેમની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. લગભગ સાડા ચાર મહિના સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચ 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી ભાવ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ 8.40 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.