- ઓઇલ કંપનીઓએ આજે ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો
- પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે CNGની કિંમતમાં પણ વધારો
- પેટ્રોલના ભાવે થોડા દિવસ પહેલા જ મુંબઈમાં સદી ફટકારી
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે હવે CNGની કિંમતમાં (Petrol Diesel and CNG Price Hike) પણ વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે (ગુરુવારે) ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો આપ્યો છે. બીજી તરફ CNG પણ આ ભાવ વધારામાં પાછળ નથી.
સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. તો દિલ્હીમાં CNGની કિંમત આજથી વધારી દેવામાં આવી છે. અગાઉ દિલ્હીમાં CNG પ્રતિ કિ.ગ્રા. 43.4૦ મેળવતો હતો, જે હવે વધીને રૂ.44.3૦ રુપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.
આ જ ક્રમમાં PNGની કિંમત એસસીએમ દીઠ 29.66 પર પહોંચી ગઈ છે. નોઈડામાં CNGનો ભાવ આજ (8 જુલાઈ) થી 49.09 રૂપિયા પ્રતિ કિલોથી વધીને રૂ. 49.98 રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. PNGના ઘરેલુ ભાવ એસસીએમ દીઠ 29.61 રૂપિયા રહેશે.
તમને જણાવી દઈએ કે, હવે દિલ્હી, કોલકાતા, ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. પેટ્રોલના ભાવે થોડા દિવસ પહેલા જ મુંબઈમાં સદી ફટકારી છે. આ જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ છે.