સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, જાણો ક્યાં કેટલો છે ભાવ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે બેફામ વધી રહી છે, જેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુંછે. ત્યારે આજે (23 ઓક્ટોબરે) સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol and Diesel) વધારો થયો છે.
આજે સતત ચોથા દિવસે Petrol-Dieselની કિંમત વધી
By
Published : Oct 23, 2021, 9:29 AM IST
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે બેફામ વધી
આજે (23 ઓક્ટોબરે) સતત ચોથા દિવસે બંનેની કિંમત વધી
દરેક દિવસે પેટ્રોલિયમ પદાર્થોની કિંમત આસમાને પહોંચી રહી છે
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત આસમાને પહોંચી રહી છે. દરેક દિવસે પેટ્રોલિયમ પદાર્થોની કિંમત વધી રહી છે. તેલ કંપનીઓએ આજે (શનિવારે) પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે
આ અંગે મળતી માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે સતત ચોથા દિવસે 35 પૈસા પ્રતિલિટરનો વધારો થયો ચે. આ સાથે જ દેશમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ની કિંમત અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત રેકોર્ડ 107.24 રૂપિયા પ્રતિલિટર અને મુંબઈમાં 113.12 રૂપિયા પ્રતિલિટર થઈ ગઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલ હવે 104 રૂપિયા પ્રતિલિટરે મળી રહ્યું છે. તો દિલ્હીમાં ડીઝલની કિંમત 95.97 રૂપિયા પ્રતિલિટર છે.
મધ્યપ્રદેશનો છેલ્લો જિલ્લા બાલાઘાટ જે છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સીમાને અડીને છે. ત્યાં પેટ્રોલની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો છે. બાલાઘાટમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 118.25 રૂપિયા છે. જ્યારે ડીઝલ માટે 107.46 રૂપિયા પ્રતિલિટર છે. આવા ભાવવધારાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની આજની કિંમત
શહેર
પેટ્રોલ
ડીઝલ
અમદાવાદ
103.57
102.68
દિલ્હી
107.24
95.97
મુંબઈ
113.12
104.00
કોલકાતા
107.78
99.08
ચેન્નઈ
104.27
100.25
ઓક્ટોબરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારો
ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. બંને તેલમાં આ સતત ચોથા દિવસે વધારો થયો છે. જોકે, 18 અને 19 ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહતો કરવામાં આવ્યો, જ્યારે આ પહેલા સતત ચાર દિવસ કિંમતોમાં દરેક દિવસે 35 પૈસા પ્રતિલિટરનો વધારો થયો હતો.
જ્યાં પેટ્રોલ પહેલાથી જ દેશના તમામ મુખ્ય શહેરોમાં 100 રૂપિયા પ્રતિલિટરનો આંકડો પાર કર્યો છે. જ્યારે ડીઝલ પણ એક ડઝનથી વધારે રાજ્યોમાં તે સ્તરને પાર કરી ચૂક્યું છે. શ્રીનગરથી લઈને ચેન્નઈ સુધી અનેક શહેરોમાં ડીઝલ સદી એટલે કે 100નો આંકડો પાર કરી ચૂક્યું છે.
દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત પહેલાથી જ 100ને પાર છે
દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત પહેલાથી જ 100 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલની કિંમત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર સહિત એક ડઝન રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિલિટરના સ્તરને પાર કરી ગઈ છે. આપને જણાવી દઈએ કે, સ્થાનિક ટેક્સ અને નૂરના આધારે વિવિધ રાજ્યોની વચ્ચે કિંમત અલગ અલગ હોય છે.
દરરોજ અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમતો
આપને જણાવી દઈએ કે, વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિદિવસ અપડેટ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરેક દિવસે સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી અપડેટ કરે છે.