- દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું
- તેલની વધતી કિંમતથી લોકો પણ હવે સરકારથી નારાજ
- આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. તેલની કિંમત સતત વધી રહી છે, જેના કારણે લોકો પણ હવે સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયો છે. આજે તેલ કંપનીઓએ પેટ્રોલિયમ પદાર્થોની નવી કિંમત જાહેર કરી છે.
આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલની કિંમત વધી
તેલ કંપનીઓના મતે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 35 પૈસાનો વધારો થયો છે. રાજધાની નવી દિલ્હીમાં બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત 0.35 રૂપિયા (106.89 રૂપિયા પ્રતિલિટર) અને 0.35 રૂપિયા (95.62 રૂપિયા) વધી છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.78 રૂપિયા પ્રતિલિટર (0.34 રૂપિયા ઉપર) અને ડીઝલની કિંમત આજે 103.63 રૂપિયા પ્રતિલિટર (0.37 રૂપિયાની ઉપર) છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.45 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 98.73 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 103.92 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 99.92 રૂપિયા પ્રતિલિટર છે. તો અમદાવાદમાં આજે પેટ્રોલ પ્રતિલિટર 103.23 તો ડીઝલ પ્રતિલિટર 102.26 રૂપિયાએ વેંચાઈ રહ્યું છે.
આ પણ વાંચો-ટાટા મોટર્સે સબકૉમ્પેક્ટ SUV બજારમાં ઉતારી, કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ