ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Petrol Diesel Price : એક દિવસની રાહત બાદ આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ - પેટ્રોલ અને ડીઝલ

પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવ રાજ્યોમાં બદલાય છે. દેશના 4 મહાનગરોની સરખામણી કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.

Petrol Diesel Price : એક દિવસની રાહત બાદ આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ
Petrol Diesel Price : એક દિવસની રાહત બાદ આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ

By

Published : Apr 2, 2022, 9:03 AM IST

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની (Petrol Diesel Price) વધતી કિંમતોએ લોકો પરેશાન કરી દીધા છે. વાહનોના ઈંધણ પર મોંઘવારીનો ડોઝ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 એપ્રિલ એક દિવસની રાહત આપી હતી, પરંતુ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, હવે કેટલું મોંઘું થયું, જાણો

દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.61 : ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના (IOCL) તાજેતરના જાહેર કરાયેલા ભાવો અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.61 થઈ ગઈ છે. ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. 31 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ઉછાળો જોવા મળ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 12માં 10મી વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છસ્થાનિક વેરાના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. દેશના 4 મહાનગરોની સરખામણી કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.

આ પણ વાંચો:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત 8મી વખત થયો વધારો, જાણો શું છે નવા ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ : 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 24 માર્ચ અને 01 એપ્રિલના કુલ બે દિવસને બાદ કરતાં દરરોજ ભાવ વધી રહ્યા છે. 2 એપ્રિલના વધારા સહિત કુલ 10 દિવસમાં પેટ્રોલ 7 રૂપિયા 20 પૈસા મોંઘુ થયું છે. તમને જણાવી દઈએ કે 22 માર્ચથી 02 એપ્રિલ સુધી એટલે કે કુલ 12 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 ગણો વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details