- ત્રણ દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 34-35 પૈસાનો વધારો
- વધતા ભાવને કારણે સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો
નવી દિલ્હી: શુક્રવારે ફરી વખત પેટ્રોલ અને ડીઝલના (petrol diesel price) ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પેટ્રોલની કિંમતમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. નોંધનીય છે કે, શુનિવારે પણ પેટ્રોલની કિંમતમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 34 પૈસાનો વધારો (Petrol Diesel Price Hike )થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. આ સાથે દરરોજ વધતા ભાવને કારણે સામાન્ય માણસ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
છેલ્લા બે અઠવાડિયામાં આ 14 મી વખત ભાવ વધારો
સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના કારણે સામાન્ય જનતા પરેશાન છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા આવેલા લોકોનું કહેવું છે કે, વધતી કિંમતોની સીધી અસર તેમના ખિસ્સા પર પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે સામાન્ય લોકોમાં ભારે નારાજગી છે. લોકો કહે છે કે, તેઓ મજબૂર છે, ભાવ વધ્યા પછી પણ તેમને પેટ્રોલ ભરવું પડે છે. નોંધપાત્ર રીતે, છેલ્લા બે અઠવાડિયામાં આ 15 મી વખત છે. પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે, જ્યારે ડીઝલ ત્રણ અઠવાડિયામાં 17 વખત મોંઘુ થયું છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે અને હવે આ કિંમતોમાં વધુ વધારો થયો છે.
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 105.84 | 94. 57 |
મુંબઈ | 111.77 | 102.52 |
કોલકત્તા | 106.45 | 97.88 |
ચેન્નઈ | 103.05 | 98.82 |
આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ