- બે દિવસ બાદ ફરી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.75 રૂપિયા પ્રતિ લીટર થઈ
નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(petrol diesel price) દિવસેને દિવસે સતત વધી રહ્યા છે, ત્યારે બે દિવસ બાદ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો (Petrol Diesel Price Hike ) નોંધાયો છે. અગાઉ મંગળવાર અને બુધવારે પેટ્રોલિયમ ઘટકોના ભાવ સ્થિર હતા.
દેશમાં સૌથી વધુ ભાવ મુંબઈમાં
મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે દેશની રાજધાનીમાં પેટ્રોલની કિંમત 104.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 93.54 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. તે દરમિયાન, મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 101.40 રૂપિયા પ્રતિ લિટર છે.
પેટ્રોલના ભાવની પાછળ ડિઝલ પણ
કોલકાતામાં પેટ્રોલનો દર 105.43 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. ચેન્નઈમાં પેટ્રોલ 102.10 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચવામાં આવી રહ્યું છે, જ્યારે ડીઝલ અહીં 97.93 રૂપિયા પ્રતિ લીટરના દરે ઉપલબ્ધ છે. ચંદીગઢમાં પેટ્રોલ 100.86 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 93.34 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહી છે.