નવી દિલ્હી:જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ કરનારા કુસ્તીબાજો વિરુદ્ધ FIR નોંધવાની માગણી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. રેસલિંગ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને અન્ય ઘણા કુસ્તીબાજો સામે સીધા FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જો કુસ્તીબાજોનું યૌન શોષણ થયું હોય તો તેમણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ અને કાયદાના આધારે કાર્યવાહી કરવી જોઈએ.
ખેલાડીઓ સામે FIR નોંધવાની માગ: અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિત ઘણા ખેલાડીઓ સામે એફઆઈઆર નોંધવાની વાત કહેવામાં આવી છે. કુસ્તીબાજો પર કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો અને કુસ્તી સંઘના વડાને રાજીનામું આપવા દબાણ કરવાનો આરોપ છે. અરજી દાખલ કર્યા પછી, અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે આ કેસમાં અરજદાર વિકી છે, જે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના સત્તાવાર નિવાસસ્થાન 21, અશોકા રોડ ખાતે રહે છે અને તેમના રસોઈયા તરીકે કામ કરે છે. અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિરોધ કરી રહેલા ખેલાડીઓએ જાહેરમાં મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવીને બ્રિજ ભૂષણની પ્રતિષ્ઠા અને સન્માનને કલંકિત કર્યા છે.
આ પણ વાંચોMaharashtra Politics: મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ સન્યાસ લેવાની ઈચ્છા કરી વ્યક્ત