નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર છેલ્લા નવ વર્ષની પોતાની સિદ્ધિઓનો પ્રચાર સેના અને સરકારી અધિકારીઓ પાસે કરાવે છે. આ દુરઉપયોગ બંધ થાય તે માટેની અરજી દિલ્હી હાઈ કોર્ટમાં થઈ હતી. આ અરજીની સુનાવણી કરતા દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કાર્યકારી ચીફ ન્યાયાધીશ મનમોહનની અધ્યક્ષતાવાળી બેન્ચમાં આ મામલે સુનાવણી થઈ હતી. આ મામલે આગામી સુનાવણી 4 જાન્યુઆરી 2024નો રોજ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર સરકારી અધિકારીઓ કરવા મુદ્દે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી થઈ, હાઈ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી
દિલ્હી હાઈ કોર્ટમાં કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર સરકારી અધિકારીઓ પાસે ન કરાવવામાં આવે તે મુદ્દે એક અરજી દાખલ થઈ હતી. જેના પર દિલ્હી હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Central Schemes Pramotion Govt Officers Delhi High Court Notice
Published : Dec 4, 2023, 3:22 PM IST
સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે અરજીકર્તાને પુછ્યું કે કઈ કલ્યાણકારી યોજનાનો પ્રચાર કેમ ન કરવો જોઈએ. યોજનાઓના પ્રચારમાં મુખ્ય પ્રધાન તેમજ વડા પ્રધાનના ફોટોઝ હોય છે. દરેક મુખ્ય પ્રધાન આમ જ કરે છે. અરજીકર્તાએ જવાબમાં જણાવ્યું કે છેલ્લા 9 વર્ષથી કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર માટે સેના અને સરકારી અધિકારીઓનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી હાઈ કોર્ટે જણાવ્યું કે દરેક નાગરિક સરકારી યોજનાઓ વિશે તત્કાળ જાણવા માંગે છે. જો કોઈ પચાસ વર્ષ અગાઉની યોજના વિશે જાણવા માંગે તો તેના માટે પ્રાઈમ મિનિસ્ટર મ્યૂઝિયમ છે.
કેન્દ્ર સરકારની યોજનાના પ્રચાર મુદ્દે જગદીપ એસ છોકર અને આઈએએસ શર્માએ અરજી કરી છે. અરજીમાં કેન્દ્ર સરકાર છેલ્લા 9 વર્ષથી પોતાની સિદ્ધિઓના પ્રચાર માટે સેનાનો પણ દુરઉપયોગ કરે છે તેવો આરોપ છે. અરજીકર્તા જણાવે છે કે આ નિયમની વિરુદ્ધ છે અને કોઈ રાજકીય પક્ષના હિતને પ્રોત્સાહન આપવા બરાબર છે. આ એક પ્રકારનો પોલિટિક્સ પ્રોપેગન્ડા છે. આ અગાઉ અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં સત્તાધીશ પાર્ટી ચૂંટણી વિષયક લાભો માટે લોક સેવકોનો ઉપયોગ કરે છે તેવી અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. તેમજ સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ અરજીકર્તાઓ દિલ્હી હાઈ કોર્ટમાં ગયા હતા.