ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓનલાઈન એપથી 2000ની લોન 15 લાખમાં પડી ફોટા લઈ ભેજાબાજે ધમકી આપી

ઓનલાઈન લોન માટેના ફોન કે એપ્લિકેશનનો ઉપયોગ કરનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને રૂપિયા 2000ની લોન રૂપિયા 15 લાખમાં Cheating Case Filed in Karnataka પડી છે. આટલી મોટી રકમ ચૂકવ્યા પછી પણ લોન એપના લોકો તેને વધુ પૈસા ચૂકવવા માટે ધમકી આપી રહ્યા છે. જેને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

ઓનલાઈન એપથી 2000ની લોન 15 લાખમાં પડી ફોટા લઈ ભેજાબાજે ધમકી આપી
ઓનલાઈન એપથી 2000ની લોન 15 લાખમાં પડી ફોટા લઈ ભેજાબાજે ધમકી આપી

By

Published : Aug 13, 2022, 10:05 PM IST

ચિક્કાબલ્લાપુરઃકર્ણાટક રાજ્યના ચિક્કાબલ્લાપુરમાંથી એક ચોંકાવનારો Cheating Case Filed in Karnataka કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 2 હજારની ઓનલાઈન online Loan Application લોન મેળવનાર વ્યક્તિ છેત્તરપીંડિ IPC 506 Cheating caseકરનારા ઠગની માયાજાળમાં ફસાઈ ગયો હતો. જેની સામે લોન લેનારે રૂપિયા 15 લાખનો મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચોઃ જાતિની બહાર લગ્ન કર્યા તો પરિવારે ન અપનાવ્યો મૃતદેહ

15 લાખનો ચૂનોઃ છેતરપિંડી કરનારાઓની ન્યૂડ મેસેજની ધમકીના કારણે 15 લાખ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું. અઝમત ઉલ્લાહ નામનો વ્યક્તિ તાલુકાના બેલગનાહલ્લી નજીક નંદિની ડેરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. ચિંતામણી શહેરના ટીપ્પુનગરમાં રહે છે. પૈસાની જરૂરિયાતને કારણે થોડા મહિના પહેલા એક મિત્રની માહિતી મુજબ તેણે ઓનલાઈન MAJIC LOAN APP પર 2000 રૂપિયાની લોન લીધી હતી. જે બાદ તેણે 2000ના વ્યાજના રૂપમાં સામેથી રૂપિયા 15 લાખથી વધુ રકમ ચૂકવી હતી.

એપ્લિકેશનથી લોનઃએમણે એપની મદદથી રૂપિયા 2,000 લોન પેટે લીધા હતા. જેની સામે રૂપિયા 3,500 વ્યાજ તરીકે ચૂકવ્યા હતા. અઝમત ઉલ્લાહનું આધાર કાર્ડ અને પાન કાર્ડના નંબર લોન લેતી વખતે એપથી છેતરપિંડી કરનાર ઠગે મેળવી લીધા હતા. આધાર કાર્ડ અને પાનનો દુરુપયોગ કરીને, તેમણે જુદી જુદી લોનના હવાલાથી એક લાખથી વધારે પૈસાની રકમ મેળવી હતી. તમામ ડૉક્યુમેન્ટ આપ્યા હોવા છતા તેને કોઈ લોન ન મળી હોવા છતાં લોન એપના છેતરપિંડી કરનારાઓએ તેને લાખો રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું.

આ પણ વાંચોઃ મિલકતના કારણે મહિલાએ કરી પરિવારના 4 સભ્યોની હત્યા અને પછી

ન્યૂઝ ફોટાની ધમકીઃઅઝમતને ધમકી આપવામાં આવી હતી કે જો તે પૈસા નહીં આપે તો તેના ન્યૂડ ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને તેના પરિવારના સભ્યો અને મિત્રોને મહિલાઓને મેસેજ મોકલશે. જેનાથી ગભરાઈને, અઝમતે તેના એસબીઆઈ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 14,43,799 રૂપિયા સહિત મિત્રો પાસેથી લાખો ઉછીના લીધા અને છેતરપિંડી કરનારના ખાતામાં અંદાજે રૂપિયા 15,56,731 લાખ ટ્રાન્સફર કર્યા. ફરીથી છેતરપિંડી કરનારાઓએ અઝમતને ધમકી આપી અને તેના મિત્રોને નગ્ન દ્રશ્યો મોકલ્યા છે. પછી પૈસા આપવા માટે તેને ત્રાસ આપ્યો. જેનાથી કંટાળીને અઝમતે ચિંતામણી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details