ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ રાજ્યની સ્થાપનાના 20 વર્ષ બાદ પણ કોંગ્રેસ પ્રભુત્વ સ્થાપવામાં નિષ્ફળ - ઝારખંડ કોંગ્રેસ

નવા રાજ્યના નિર્માણના 20 વર્ષ બાદ પણ ઝારખંડ કોંગ્રેસ રાજ્યમાં પોતાનું પ્રભુત્વ અસરકારક રીતે સ્થાપી શકી નથી. દરેક વખત નવા પાર્ટનર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરનાર કોંગ્રેસ ગઠબંધન સિવાય સરકાર બનાવવામાં કેમ નિષ્ફળ નીવડી છે? આખરે ઝારખંડ કોંગ્રેસના નવા ચહેરાની તલાશ ક્યારે પૂરી થશે?

કોંગ્રેસ
કોંગ્રેસ

By

Published : Nov 22, 2020, 9:43 PM IST

  • ઝારખંડમાં કોંગ્રેસ પ્રભુત્વ સ્થઆપવામાં નિષ્ફળ
  • વિધાનસભા ચૂંટણીમાં 4 વાર ભાગ લેવા છતાં સત્તાની કમાન ન મળી
  • નેતૃત્વને મુદ્દે હંમેશા ઉઠતા હોય છે સવાલો

રાંચી: ઝારખંડમાં 4 વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા છતાં હજી સુધી કોંગ્રેસના હાથમાં સત્તાની કમાન આવી નથી. રાજ્યમાં થયેલી પહેલી લોકસભા ચૂંટણી સિવાય બાકીની ત્રણ લોકસભા ચૂંટણીઓમાં પણ તેનું પરફોર્મન્સ ખરાબ રહ્યું છે. કોંગ્રેસમાં ઘણા સમયથી એક દમદાર નેતૃત્વનો અભાવ જોવા મળી રહ્યો છે જે એક વાસ્તવિકતા છે.

પક્ષમાં આંતરિક વિખવાદને લીધે ચાલી રહ્યો છે સંઘર્ષ

રાજકારણના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર મધુકરે ઇટિવી ભારતને જણાવ્યું હતું કે સુબોધકાંત એ સમજી લેવું જોઈએ કે જનતા તેમને કેટલું સમર્થન આપે છે. સુખદેવ ભગતને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા તો તેઓ વિડિયોગીરી થી ઉંચા ન આવ્યા. રામેશ્વર ઉરાવ આઇપીએસગીરી કરી રહ્યા છે. પ્રજાનો વિશ્વાસ જીતવા માટે પક્ષમાં આંદોલન થવું જોઈએ. હીરાને પારખવાનું કામ ઝવેરીએ કરવું પડશે. પક્ષમાં આંતરિક ખેંચતાણ જ પતન માટે જવાબદાર છે.

રાજ્યમાં શરૂઆતથી જ ગઠબંધનનું રાજકારણ

કોંગ્રેસ વરિષ્ઠ નેતા સુબોધકાંત સહાય જણાવે છે કે રાજ્યમાં શરૂઆતથી જ ગઠબંધન નું રાજકારણ રહ્યું છે. ભાજપને પણ ગઠબંધન કરવું જ પડ્યું હતું તેના પછી જ મત ગણત્રી પુરી થઈ હતી, પછી તે બાબુલાલ મારાડી હોય કે શિબુ સોરેન. અમારી વિચારધારા છે કે ભાજપ સાંપ્રદાયિક વિચારધારા ધરાવે છે આથી અમે વૈકલ્પિક સરકાર બનાવવા અનેક પ્રયાસો કર્યા.

ઝારખંડમાં કોંગ્રેસનો જનાધાર સમજવા માટે ચૂંટણી આયોગના આંકડાઓ પર નજર નાખીએ. ઝારખંડમાં પહેલી વિધાનસભા ચૂંટણી 2005માં યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસે ઝારખંડ મુક્તિ મોરચા સાથે ગઠબંધન કર્યું હતું. જોકે કોંગ્રેસના 41 માંથી 9 ઉમેદવાર જ જીતી શક્યા અને બાકીના 13 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. ત્યારબાદ 2014માં ફરીવાર કોંગ્રેસે તેનો પાર્ટનર બદલ્યો. આ વખતે રાજદ અને જેડીયુ સાથે મળીને 62 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા પરંતુ ફક્ત 6 બેઠકો પર જીત મળી અને 42 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. ગઠબંધનનું આ સમીકરણ પણ ફ્લોપ જતા કોંગ્રેસે ઝામુમો અને રાજદ ને ભેગા કર્યા. 2019ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 31 બેઠકો પર ચૂંટણી લડી અને 16 બેઠકો પર જીત હાંસલ કરી.

2009ની લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસથી સુબોધકાંત સહાય જ જીતી શક્યા. 2014 માં મોદી લહેરમાં કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ.

રાજ્યસભામાં પણ કોંગ્રેસની નહિવત હાજરી છે. ઝારખંડમાં ભાજપથી 4, ઝામૂમો થી 1 અને કોંગ્રેસથી 1 રાજ્યસભા સભ્ય છે. ઝારખંડમાં કોંગ્રેસની આ પરિસ્થિતિ માટે તેના નેતાઓ સંઘ, ભાજપ તથાકથિત સાંપ્રદાયિક વિચારધારાને જવાબદાર માને છે. કોંગ્રેસના નટ બોલ્ટ ટાઇટ કરવાની જરૂર છે તેમ પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુબોધકાંત સહાય જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details