કચ્છ: રાજ્યના હવામાનમાં (Weather of Gujarat State) ફરી ફેરફાર નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યના હવામાનમા 1થી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. આજે રાજ્યમાં ખુલ્લુ આકાશ જોવા મળશે. ધૂળેટીના તહેવારો પૂર્વે હીટ વેવનો એક રાઉન્ડ આવી ગયો છે. (Gujarat maximum temperature)ઉપરાંત આજથી ગરમીનું પ્રમાણ વધશે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટ વેવની અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
લોકો બનશે ગરમીનો ભોગ, આગામી 4 દિવસ હીટવેવની આગાહી - Gujarat maximum temperature
રાજ્યના હવામાનમાં (Weather of Gujarat State) ગરમીના પ્રમાણમાં આજથી ફરી વધારો જોવા મળશે. છેલ્લાં ચાર દિવસોથી મહત્તમ તાપમાનનો (Gujarat maximum temperature) પારો અગાઉના પ્રમાણમાં નીચે ઉતર્યો હતો. આજે રાજ્યના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી 40 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. રાજકોટ, ભાવનગર અને કચ્છમાં હીટ વેવની અસર વધુ રહેશે.
આ પણ વાંચો:વાપી-સંઘપ્રદેશમાં વાતાવરણમાં પલ્ટો, મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી
રાજ્યના મહાનગરોમાં મહત્તમ:રાજ્યમાં નોંધાયેલ મહત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 40 ડિગ્રી નોંધાયું છે, જેમાં 4 દિવસ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને ગાંધીનગર ખાતે 39 ડિગ્રી નોંધાયું છે, તો બરોડા ખાતે 38 ડિગ્રી, કચ્છના કંડલા અને નલિયા ખાતે 37 ડિગ્રી, સુરત ખાતે 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ભાવનગર અને કચ્છના કંડલામા પણ 3 દિવસ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | તાપમાન |
અમદાવાદ | 39.0 |
ગાંધીનગર | 39.0 |
રાજકોટ | 40.0 |
સુરત | 36.0 |
ભાવનગર | 39.0 |
જૂનાગઢ | 39.0 |
બરોડા | 38.0 |
નલિયા | 37.0 |
ભુજ | 39.0 |
કંડલા | 37.0 |