ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાબુલ એરપોર્ટ પર ભૂખ્યા-તરસ્યા લોકો, એરપોર્ટ પર પાણીની એક બોટલની કિંમત 3,000 રૂપિયા - લોકો 3000 રૂપિયા ચૂકવે છે

તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં કબજો કર્યા પછી કાબુલ એરપોર્ટ (Kabul Airport) પરની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. લોકો પોતાના દેશમાં પરત જવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. તો બીજી તરફ અહીં ખાવાપીવાના સામાનની કિંમત પણ આસમાને પહોંચ્યા છે. આ સાથે જ લોકો ભૂખથી પીડાઈ રહ્યા છે. દેશની સ્થિતિ એ છે કે, અફઘાનિસ્તાનની કરન્સી ન લેવા અને ફક્ત ડોલરમાં જ ચૂકવણી લેવાની સ્થિતિ વધુ જટિલ થઈ છે.

કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા લોકો
કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા લોકો

By

Published : Aug 26, 2021, 12:08 PM IST

Updated : Aug 26, 2021, 12:53 PM IST

  • કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખથી પીડાઈ રહ્યા છે
  • પોતાના દેશ પરત જવા માટે કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ
  • કાબુલ એરપોર્ટ (Kabul Airport) પરની સ્થિતિ ખૂબ જ ગંભીર બની

કાબુલઃ અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા પછી દેશની સ્થિતિ ઘણી જ બદલાઈ ગઈ છે. લોકો જલ્દી દેશ છોડીને જવા માગે છે. તો મળતી માહિતી અનુસાર, અફઘાનિસ્તાનથી નીકળવાનો હવે એક જ રસ્તો બચ્યો છે. તે છે કાબુલ એરપોર્ટ. તો બીજી તરફ એરપોર્ટ પર ખાવાપીવાના સામાનની કિંમત આસમાને પહોંચી છે.

આ પણ વાંચોઃઅફઘાનિસ્તાનમાં તાલિબાન સંકટ પર ભારતનું શું વલણ રહેશે? સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા

એરપોર્ટ પર ફક્ત ડોલરથી જ નાણાકીય વ્યવહાર થાય છે

કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલની કિંમત 40 ડોલર એટલે કે 3,000 રૂપિયામાં મળી રહી છે. જ્યારે ચોખાની એક પ્લેટ માટે 100 ડોલર એટલે કે 7,500 રૂપિયા ખર્ચવા પડે છે. આટલું જ નહીં એરપોર્ટ પર પાણી કે ખાવાનું કંઈ પણ ખરીદવું હોય તો અહીં અફઘાનિસ્તાનની કરન્સી પણ નથી લેવામાં આવતી. ફક્ત ડોલરમાં જ ચૂકવણી સ્વીકારવામાં આવી રહી છે. તેવામાં અફઘાની નાગરિકોને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃઅફઘાનિસ્તાનમાં બાકી રહેલા 1,500 અમેરિકી 31 ઓગસ્ટ પછી પણ દેશ છોડી શકશેઃ અમેરિકી વિદેશ પ્રધાન

ભૂખ અને તરસના કારણે બાળકો બેભાન થઈ રહ્યા છે

આ અંગે મળતી માહિતી અનુસાર, કાબુલ એરપોર્ટ પર 2 લાખથી વધુ લોકોની ભીડ છે. તેવામાં ત્યાંની સ્થિતિ વધુ ખરાબ છે. લોકોને ભોજન અને પાણી માટે ઘણી જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રોના મતે, એરપોર્ટ પર લોકો હજારો રૂપિયા ખર્ચ કરીને ખાવાનો સામાન અને પીવાનું પાણી ખરીદી રહ્યા છે. તો મોંઘવારીના કારણે લોકો ભૂખ્યા-તરસ્યા લાઈનમાં લાગી રહ્યા છે. સૌથી મુશ્કેલ સ્થિતિમાં તો બાળકો છે, જે ભૂખ અને તરસના કારણે બેભાન થઈ રહ્યા છે.

કાબુલમાં ઘરથી એરપોર્ટ પહોંચવામાં 5થી 6 દિવસ લાગે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાબુલમાં ઘરથી એરપોર્ટ પહોંચવામાં તેમને 5થી 6 દિવસ લાગી જાય છે. કારણ કે, શહેરથી એરપોર્ટ સુધી તાલિબાનીઓની ઘેરાબંધી છે. તાલિબાનીઓના ગોળીબારીના ડરની વચ્ચે હજારોની ભીડમાં એરપોર્ટ પર અંદર આવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. જો એરપોર્ટની અંદર જતા પણ રહ્યા તો પ્લેન મળવામાં 5થી 6 દિવસ લાગી જાય છે.

Last Updated : Aug 26, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details