- સંત ઈશ્વર ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત
- આપણી પાસે તાકાત અને ક્ષમતા છે, પરંતુ આ માટે કામ પણ કરવું જોઈએ : ભાગવત
- ભાગવતે કહ્યું - "લોકો ધર્મને પૂજાના દૃષ્ટિકોણથી જુએ છે, જ્યારે ધર્મ, માનવ ધર્મ છે "
નવી દિલ્હી:નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) વડા મોહન ભાગવતએ (Mohan Bhagwat) કહ્યું કે, છેલ્લા 75 વર્ષમાં આપણે એટલો વિકાસ નથી કર્યો, જેટલો થવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, આપણી પાસે તાકાત છે, પરંતુ આપણે તેના માટે કામ પણ કરવું જોઈએ. આપણે દેશને આગળ લઈ જવાના માર્ગ પર ચાલીશું, તો જ આગળ વધીશું. આપણે એ રસ્તે નહીં ચાલીએ તો આગળ વધી શકીશું નહીં.
આપણી પાસે તાકાત અને ક્ષમતા છે
રાષ્ટ્રીય સેવા ભારતીના સહયોગથી નવી દિલ્હીમાં સંત ઈશ્વર ફાઉન્ડેશન (Sant Ishwar Foundation) દ્વારા આયોજિત વિજ્ઞાન ભવનમાં સંત ઈશ્વર સન્માનમાં બોલતા સંઘના વડા મોહન ભાગવતે કીડીનું ઉદાહરણ આપતા કહ્યું કે, કીડીનું પણ સ્થળાંતર હોય છે, તેઓ પણ એક ગામથી બીજા ગામમાં જાય છે. તેમણે કહ્યું કે, આપણી પાસે તાકાત અને ક્ષમતા છે, પરંતુ આ માટે કામ પણ કરવું જોઈએ.
ભાઈને પણ પ્રેમાળ ભાઈ હોવો જોઈએ