નવી દિલ્હીકોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ગુજરાત રમખાણો પીડિતા બિલ્કિસ બાનો માટે ન્યાયની માંગણી કરી હતી ( Rahul Gandhi s tweet on Bilkis Bano case). જેને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'બેટી બચાવો' જેવા નારા આપનારા લોકો જ દુષ્કર્મીઓને બચાવી રહ્યા છે. ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ, આ કેસના 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા (Bilkis Bano gangrape accused). આજે દેશની મહિલાઓના સન્માન અને અધિકારોનો પ્રશ્ન છે. બિલકિસ બાનોને ન્યાય આપો.
આ પણ વાંચો બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી
રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો કોંગ્રેસ નેતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ 11 દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિને પડકારતી અરજી પર ગુજરાત સરકાર અને કેન્દ્રને નોટિસ પાઠવી હતી. નોંધનીય છે કે માફી નીતિ હેઠળ, ગુજરાત સરકારે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કર્યા હતા, જેનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો.