- બિહારના બાંકામાં વીજળી પડવાથી 7 લોકોના મોત
- લોકો ડાંગરના વાવેતરના કામ માટે ખેતરોમાં ગયા હતા
- 12 લોકોથી વધુ લોકો ઇજાગ્રસ્ત
બાંકા: શનિવારે બિહારના બાંકા (Banka) જિલ્લામાં આફત તરીકે વીજળી પડી હતી. જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વીજળી પડવાથી સાત લોકોના મોત થયા હતા. વીજળી પડવાથી ઘાયલ થયેલા મોટાભાગના લોકો ડાંગરની ખેતી કરી રહ્યા હતા. ઘટનામાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
સ્થાનિકો મદદે આગળ આવ્યા
વીજળીની ચપેટમાં જીવ ગુમાવનારાઓમાં ચાંદનનો 18 વર્ષનો દીપક કુમાર, 30 વર્ષીય રેખા દેવી, કટોરિયાનો 14 વર્ષનો યુવક, અમરપુરની 13 વર્ષની છોકરી અને 60 વર્ષીય મહીલાનો સમાવેશ થાય છે. જયપુરનો 14 વર્ષનો છોકરો પણ શામેલ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ સક્રિય બન્યા અને મોડી સાંજ સુધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલતા રહ્યા.
આ પણ વાંચો : ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી