ગુજરાત

gujarat

કોરબાના યુવાનોએ હાથમાં પ્લેકાર્ડ અને ગીતો ગાઈને રસ્તા અંગે જિલ્લા વહીવટીતંત્રનો કર્યો વિરોધ

By

Published : Aug 5, 2021, 4:15 PM IST

રસ્તાઓ મનુષ્યની પાયાની જરૂરિયાતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ કોરબામાં રસ્તો જર્જરિત બની ગયો છે. જેના કારણે તે જગ્યાના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તાની સમસ્યા પર લોકોનું કોઈ સાંભળતું ન હતું, ત્યારે ત્યાંના યુવાનોએ હાથમાં પ્લેકાર્ડ અને ગીતો ગાઈને જિલ્લા વહીવટીતંત્રની અવગણનાનો વિરોધ કર્યો હતો.

કોરબાના યુવાનોએ હાથમાં પ્લેકાર્ડ અને ગીતો ગાઈને રસ્તા અંગે જિલ્લા વહીવટીતંત્રનો કર્યો વિરોધ
10ના મરઘા ખાશો તો આવા જ રસ્તા મેળવશો..

  • જર્જરિત રસ્તાનું સમારકામ નહીં થવાના કારણે સ્થાનિક લોકો ખૂબ પરેશાન છે
  • જન સંગઠનના યુવાનો જર્જરિત રસ્તાઓ પર પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી રહ્યા છે
  • જન સંગઠનના યુવાનો 'મેયર ક્યારે રોડ બનશે', 'મેડમ કલેક્ટર રોડ બનાવી આપો' જેવા સૂત્રો લખીને પ્રદર્શન કરી રહ્યા છે

કોરબા: જર્જરિત રસ્તાનું સમારકામ નહીં થવાના કારણે સ્થાનિક લોકો ખૂબ પરેશાન છે. શહેરના યુવાનોએ જિલ્લા વહીવટીતંત્ર અને સરકારની અવગણના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. જન સંગઠનના યુવાનો જર્જરિત રસ્તાઓ પર પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે સંગીતના સાધનોની પણ વ્યવસ્થા કરી હતી. આવતા-જતા લોકોને યુવા ગીત ગાઇને કહી રહ્યો છે કે, જ્યારે તેઓ લોકશાહીનો સૌથી મજબૂત અધિકાર 'વોટ' વેચે છે ,ત્યારે રસ્તાઓની આ જ હાલત થાય છે.

કોરબાના યુવાનોએ હાથમાં પ્લેકાર્ડ અને ગીતો ગાઈને રસ્તા અંગે જિલ્લા વહીવટીતંત્રનો કર્યો વિરોધ

આ પણ વાંચો- લાખણીના ધુણસોલ ગામના રોડ બિસ્માર થતા સ્થાનિકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો

પશ્ચિમ ક્ષેત્રના રસ્તાઓની છે વધુ ખરાબ હાલત

જન સંગઠનના યુવાનો 'મેયર ક્યારે રોડ બનશે', 'મેડમ કલેક્ટર રોડ બનાવી આપો' જેવા સૂત્રો લખીને પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને જિલ્લાના પશ્ચિમ વિસ્તારની વસ્તી જર્જરિત રસ્તાઓથી ખૂબ પરેશાન છે. ભલે તે દર્રી ડેમથી ધ્યાનચંદ ચોક સુધીનો રસ્તાની વાત હોય, ગેરવા ઘાટ બ્રિજ સુધીના અભિગમને જોડતો 800 મીટરનો રસ્તો હોય, સર્વમંગલા મંદિરથી કુસમુંડા તરફ જતો રસ્તો હોય,બલગીના રસ્તાની વાત હોય, બાંકીમોંગરા ક્ષેત્રના રસ્તાની વાત હોય અથવા બાલ્કો-જેલગાંવથી કાટઘોરા અને પાલી સુધીના રસ્તાની ખરાબ હાલત હોય.

10ના મરઘા ખાશો તો આવા જ રસ્તા મેળવશો..

ચોમાસા બાદ કરવામાં આવશે સમારકામ

જિલ્લામાં ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારના રસ્તાઓ ખૂબ જ જર્જરિત છે. છેલ્લા 3 વર્ષથી આ સ્થિતિ છે. સમારકામ કરવા પર પણ કોઇ ખાસ ફાયદો થયો નથી, રસ્તા ધોવાઈ ગયા અને પૈસા ધોવાઈ ગયા છે. કલેકટર રાનુ સાહુએ આ મામલે જણાવ્યું છે કે, ચોમાસામાં રસ્તાઓનું સમારકામ શક્ય નથી. ચોમાસું પૂરું થયા બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા દર્રી ડેમથી ધ્યાનચંદ ચોક સુધીના રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદને કારણે તે વહી ગઈ હતી. વરસાદ બંધ થતાં જ રસ્તાઓ રિપેર કરવાનું કામ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો- જામનગર બાયપાસથી નાઘેડી ગામને જોડતા 2.5 કિમીના રસ્તાનું સમારકામ એક વર્ષથી અદ્ધરતાલ

10ના ચિકનનો પણ કરાયો ઉલ્લેખ

વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચિકન શોપ સંચાલકો ટોકન તરીકે ખાસ સીરીયલ નંબરવાળી 10 રૂપિયાની નોટોનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ટોકન તેમને રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવ્યા હતા. જ્યારે તેને ચિકન શોપમાં આપવામાં આવ્યા, ત્યારે તેને એક કિલો ચિકન આપવામાં આવ્યું હતું. આ સમાચાર ETV Bharat દ્વારા અગ્રણી રીતે દર્શાવવામાં આવ્યા હતા. તે એક મોટો ખુલાસો હતો. જે બાદ વહીવટીતંત્રે કાર્યવાહી કરી હતી. પરંતુ હવે તે યુવાનોનું સૂત્ર બની ગયું છે. આવી રીતે લગ્નોમાં, પ્રદર્શનમાં યુવાનો દ્વારા સૂત્રોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ આવતા-જતા લોકોને પણ એમ કહી રહ્યા છે કે, '10નું ચિકન ખાશો,ત્યારે આવા જ રસ્તા મળશે'.

ABOUT THE AUTHOR

...view details