- રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ
- વડાપ્રધાન મોદી પર સુપ્રિમ કોર્ટ ઈન્કવાયરીની માંગ
- ગૃહ પ્રધાન અમિત શાહના રાજનામાંની કરી માંગ
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પેગાસસને ઇઝરાઇલ રાજ્ય દ્વારા શસ્ત્ર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, આતંકીઓ સામે હથિયારનો ઉપયોગ થવો જોઈએ. વડાપ્રધાન અને ગૃહપ્રધાને તેનો ઉપયોગ ભારતીય રાજ્ય અને અમારી સંસ્થાઓ વિરુદ્ધ કર્યો છે.
HMએ રાજીનામું અને PMની સુપ્રિમ કોર્ટ ઈન્કવાયરીની માંગ
રાહુલ ગાંધીએ ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાંની માંગ કરી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સુપ્રિમ કોર્ટ ઈન્કવાયરી થવી જોઈએ.
કોણ ખરીદી શકે છે પેગાસસ..?
રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે 'શું આપણે, તમે પેગાસસ ખરીદી શકીએ? તે કોણ ખરીદી શકે છે, તેનો ઉપયોગ કોણ કરી શકે છે, તે સરકાર દ્વારા સ્પષ્ટ કરવું જોઈએ.તે જ સમયે, ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ, વાટાઘાટો દ્વારા કોઈ સમાધાન શોધી શકાય નહીં. '
રાફેલ કેસની તપાસને રોકવાપેગાસસનો ઉપયોગ
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 'પેગસુસનો ઉપયોગ રાફેલ કેસની તપાસને રોકવા માટે કરાયો હતો. નરેન્દ્ર મોદીએ આ શસ્ત્રનો ઉપયોગ આપણા દેશ વિરુદ્ધ કર્યો હતો. આનો એક માત્ર શબ્દ 'રાજદ્રોહ' છે.
CBI ડાયરેક્ટરનું નામ પણ લીસ્ટમાં સામેલ
ઓક્ટોબર 2018માં આલોક વર્માનો ફોન નંબર આ લિસ્ટમાં આવ્યો હતો. આ સમયે CBIની અંદર જ ધમાસણ ચાલતી હતી તોમજ આલોક વર્માએ તેમના ડેપ્યુટી રાકેશ આસ્થાના વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. આ દરમિયાન બંન્ને લોકોને તેમના પદ પરથી દરખાસ્ત કર્યા હતા.
સરકારે મારો ફોન પણ ટેપ કર્યો- રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે પેગાસસનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કર્યો હતો અને મારો ફોન પણ ટેપ થઈ ગયો છે.
પેગાસસને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠૌરનો વળતો જવાબ
સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠૌરે રાહુલ ગાંધીની ટિપ્પણી કે તેમના ફોન ટેપ થયો છે પર વળતો જવાબ આપતા કહે છે કે, રાહુલ ગાંધી કહે છે કે મારો ફોન ટેપ થયો છે તો તે બેદરકાર છે. તેમની વ્યૂહરચના રહી છે કે સંસદ કામ ન કરે. રાહુલ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ બને છે. જો તેમને લાગે કે, તેનો ફોન ટેપ થઈ ગયો છે તો તે તપાસની માંગ કરી શકે છે.