ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Pegasus Espionage Case: ચોમાસા સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં પેગાસસ મુદ્દે હોબાળો મચ્યો - મોદી પ્રધાનમંડળના નવા પ્રધાનોનો પરિચય

આજે ચોમાસા સત્રના બીજા દિવસે લોકસભાની (Loksabha) કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષી દળોએ પેગાસસ કથિત જાસૂસી મામલા (Pegasus alleged espionage case) પર ગૃહમાં જોરદાર હોબાળો કર્યો હતો, જેના કારણે લોકસભા અધ્યક્ષ ગૃહની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. રાજ્ય સભામાં હોબાળો કરી રહેલા સભ્યો તખ્તિઓની સાથે વેલમાં ઘૂસી આવ્યા હતા. જ્યારે ઉપસભાપતિ હરિવંશ સિંઘે (Vice President Harivansh Singh) શાંતિ રાખવાની અપીલ કરી હતી. જોકે, સાંસદોએ હોબાળો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ એક વાગ્યે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, તેમ છતાં હોબાળો કરી રહેલા સભ્યો વેલમાં તખ્તિઓ સાથે સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા.

Pegasus Espionage Case: ચોમાસા સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં પેગાસસ મુદ્દે હોબાળો મચ્યો
Pegasus Espionage Case: ચોમાસા સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં પેગાસસ મુદ્દે હોબાળો મચ્યો

By

Published : Jul 20, 2021, 3:22 PM IST

  • ચોમાસા સત્રના બીજા દિવસે સંસદના બંને ગૃહમાં થયો હોબાળો
  • વિપક્ષે પેગાસસ કથિક જાસૂસી મામલે (Pegasus alleged espionage case) કર્યો હોબાળો
  • વિપક્ષના નેતાઓ હોબાળો કરતા કરતા તખ્તિઓ સાથે વેલમાં ઘૂસી આવ્યા

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે સંસદના બંને ગૃહમાં આજે હોબાળો થઈ રહ્યો છે, જેના કારણે ઘણી વખત કાર્યવાહી સ્થગિત કર્યા પછી એક વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, હોબાળો કરી રહેલા સભ્યો વેલમાં તખ્તિઓ સાથે ધસી આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તો ઉપસભાપતિ હરિવંશ સિંઘે હોબાળાની વચ્ચે કાર્યવાહી સંચાલિત કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. તેમણે રાજ્યસભા સભ્યોને તેમના સ્થાને બેસી જવા માટે અપીલ પણ કરી હતી, પરંતુ સાંસદોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.

આ પણ વાંચોઃસાયકલ ચલાઇને સંસદ પર પહોંચ્યા તૃણમૂલ સાંસદ, ઇંધણની કિંમતના વધારામાં કર્યો વિરોધ

સંસદના બંને ગૃહમાં પહેલા દિવસે પણ વિધાયી કાર્ય નહતું થયું

આ પહેલા લોકસભામાં વિપક્ષી સભ્યોએ કેટલાક વિષય પર આસનની નજીક આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સદનની બેઠક શરૂ થવાના પાંચ મિનીટ પછી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. બેઠક શરૂ થવા પર વિપક્ષના કેટલાક સભ્યો પોતાની વાત કહેવા માગતા હતા, જેના પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla)એ તેમને કહ્યું હતું કે, જો તેઓ કંઈક કહેવા માગે છે તો પહેલા નોટિસ આપે. આપને જણાવી દઈએ કે, સંસદના પહેલા દિવસે પણ બંને ગૃહોમાં હોબાળાના કારણે કોઈ પણ વિધાયી કાર્ય નહતું થઈ શક્યું.

આ પણ વાંચોઃMonsoon session: અનેક રાજ્યોમાં કોંગ્રેસનો થઈ રહ્યો છે સફાયો: વડાપ્રધાન મોદી

વિપક્ષે સતત હોબાળો ચાલુ જ રાખ્યો હતો

હોબાળા વચ્ચે કાર્યવાહી વિક્ષેપિત થવાના કારણે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સિંઘે (Rajya Sabha Deputy Speaker Harivansh Singh) કહ્યું હતું કે, રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુ (Rajya Sabha Venkaiah Naidu) સાથે બેઠકમાં સામાન્ય સહમતિથી એ નક્કી કરવામાં આવ્યું છે કે, એક વાગ્યાથી રાજ્યસભામાં કોરોના મહામારીને લઈને ચર્ચા થશે. હોબાળો ચાલુ રાખવાના કારણે કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

હોબાળા વચ્ચે પ્રશ્નકાળ

ઉલ્લેખનીય છે કે, વિપક્ષ સંસદના ચોમાસું સત્રમાં સરકારને ત્રણ કેન્દ્રિય કૃષિ કાયદા, પેગાસસ જાસૂસી મામલો (pegasus snooping), મોંઘવારી સહિત વિવિધ વિષયો પર ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચોમાસું સત્રના બીજા દિવસે લોકસભામાં હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ થયો હતો. કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીએ ભાજપના સભ્ય જસકૌર મીણાના પૂરક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જોકે, વિપક્ષી સભ્યોના હોબાળો ચાલુ રહ્યો અને તેઓ પ્લેકાર્ડ લઈને આસનની નજીક પહોંચી ગયા હતા. અધ્યક્ષે વિપક્ષી સભ્યોએ કહ્યું હતું કે, ગૃહમાં તખ્તી લાવવી નિયમ પ્રક્રિયા અંતર્ગત યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, સરકારે કાલે કહ્યું હતું કે, તે દરેક વિષય પર જવાબ આપવા તૈયાર છે.

લોકસભામાં તખ્તિઓ સાથે વિરોધ, કાર્યવાહી સ્થગિત

તેમણે સૂત્રોચ્ચાર કરી રહેલા સભ્યોને કહ્યું હતું કે, તેઓ પોતાના સ્થાન પર જઈને બેસે અને જે મુદ્દાઓ પર પણ ચર્ચા કરવા માગે છે. સરકાર તે માટે તૈયાર છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, સરકાર દરેક વિષય પર ચર્ચાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂકી છે. તો ફરી વિપક્ષ સૂત્રોચ્ચાર કેમ કરી રહ્યું છે. આ યોગ્ય નથી, જે વિષય પર ચર્ચા કરવા માગે છે. તે માટે નોટિસ આપે. તેમ છતાં વિપક્ષનો હોબાળો ચાલુ રહેતા અધ્યક્ષે 11.05 વાગ્યા સુધી લોકસભાની બેઠકને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

વિપક્ષે પહેલા દિવસે હોબાળો કરી નવા પ્રધાનમંડળના નવા સભ્યોનો પરિચન ન કરવા દીધો

કોંગ્રેસ સહિત વિપક્ષી સભ્યોએ ત્રણ નવા કેન્દ્રિય કૃષિ કાયદા સહિત કેટલાક વિષયો પર સોમવારે પણ લોકસભામાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) પ્રધાનમંડળના નવા સભ્યોનો પરિચય ન કરવા દીધો. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગૃહની બેઠક 2 વખત સ્થગિત થયા પછી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

હોબાળાના કારણે ઉચ્ચ ગૃહમાં શૂન્યકાળ ન થઈ શક્યો હતો

ઈઝરાયલી સ્પાઈસવેર પેગાસસ (Israeli Spiceware Pegasus)ના માધ્યમથી રાજકારણીઓ, પત્રકારો સહિત કેટલીક મુખ્ય હસ્તીઓની કથિત રીતે જાસૂસી કરવા અંગે કોંગ્રેસ સહિત વિવિધ દળોના સભ્યોના હોબાળાના કારણે મંગળવારે રાજ્યસભાની બેઠક શરૂ થવાના કેટલાક સમય પછી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. હોબાળાના કારણે ઉચ્ચ ગૃહમાં શૂન્યકાળ ન થઈ શક્યો હતો.

કોંગ્રેસના આનંદ શર્માએ પેગાસસના માધ્યમથી કથિત જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો હતો

ગૃહની બેઠક શરૂ થવા પર કોંગ્રેસના આનંદ શર્માએ (Anand Sharma) પેગાસસના માધ્યમથી કથિત જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે અને તેના પર ચર્ચા થવી જોઈએ. આ માટે તેમણે ઉચ્ચ ગૃહમાં નિયત કામકાજ પ્રતિબંધ કરીને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે નિયમ 267 અંતર્ગત એક નોટિસ આપી છે. સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, તેઓ મુદ્દાની ગંભીરતાને સમજે છે અને નોટિસ પર વિચાર કર્યા પછી વ્યવસ્થા આપશે. તે દરમિયાન વિપક્ષી દળોના સભ્યોએ પેગાસસની સાથે સાથે અન્ય મુદ્દાઓ પર પણ હોબાળો શરૂ કર્યો હતો.

'જેમણે શૂન્યકાળ અંતર્ગત પોતપોતાના મુદ્દાઓ ઉઠાવવા માટે નોટિસ આપી છે તેમને તક આપવી જોઈએ'

સભાપતિએ શૂન્યકાળ ચાલવા દેવાની અપીલ કરતા કહ્યું હતું કે, આજે 15 સભ્યોએ, કાલે 17 સભ્યોએ અલગ અલગ મુદ્દા પર નોટિસ આપી છે. આસન નિયમ 267 અંતર્ગત આપવામાં આવેલી કેટલી નોટિસ પર વિચાર કરીશું? તમને તે સભ્યોને તક આપવી જોઈએ જેમણે શૂન્યકાળ અંતર્ગત પોતપોતાના મુદ્દાઓ ઉઠાવવા માટે નોટિસ આપી છે. શર્માએ કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે સંસદનું આ સત્ર યોજાઈ રહ્યું છે અને બેઠકોની સંખ્યા મર્યાદિત છે. તેમણે કહ્યું હતું કે, પેગાસસના માધ્યમથી કથિત જાસૂસીના મુદ્દાઓને હલકામાં ન લઈ શકાય. કારણ કે, આ રાષ્ટ્રહિત સાથે જોડાયેલો મુદ્દો છે.

ABOUT THE AUTHOR

...view details