- પેગાસસ જાસૂસી કેસની સુનાવણી
- જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ત્રણ સભ્યોની બેન્ચે અરજી
- પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ ફટકારી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે પેગાસસ જાસૂસી કેસની સુનાવણી કરશે. આ પહેલા ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ત્રણ સભ્યોની બેન્ચે અરજી પર કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ ફટકારી હતી. જેની આજે સુનીવણી કરવામાં આવશે અને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારઆ નોટિસનો જવાબ આપશે.
એડવોકેટ સૌરભ મિશ્રાએ બેન્ચને જણાવ્યું
અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ સૌરભ મિશ્રાએ બેન્ચને જણાવ્યું હતું કે, તેમણે રાજ્ય સરકાર દ્વારા તેના અધિકારક્ષેત્રના આધારે તપાસ પંચની રચના માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાને પડકાર્યો છે. તેમણે ખંડપીઠને જણાવ્યું કે, તપાસ પંચે જાહેર માહિતી જારી કરી છે અને દિન-પ્રતિદિન કાર્યવાહી ચાલી રહી છે. નિતિને અધિકારક્ષેત્રના આધારે પડકારવામાં આવી છે.
આ પણ વાંચો:પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી
સમસ્યા તમારા સોગંદનામામાં અસ્પષ્ટતા સાથે છે. તમે કહો છો કે, તમને તપાસ જોઈએ છે, તમે તપાસ પંચનો વિરોધ કરો છો તમારા સોગંદનામાં અને તમારી અરજીમાં સુસંગતતા હોવી જોઈએ.પછી કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, તેઓ આ મામલામાં બંધારણીય પ્રશ્નો પર કોર્ટને સહકાર આપશે. તેમણે બેન્ચને કહ્યું કે હું એટલું જ કહી શકું કે તે ગેરબંધારણીય છે.