- સંસદના ચોમાસા સત્રનો (Monsoon session of Parliament) આજે બીજો દિવસ છે
- રાજ્યસભામાં કેન્દ્રિય કેન્દ્રિય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન (Minister of Electronics and Information Technology) અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) પેગાસસ મામલે (Pegasus Project) નિવેદન આપશે
- ઈઝરાયેલી સોફ્ટવેર પેગાસસ (Israeli software Pegasus)ના માધ્યમથી ભારતના અનેક નેતાઓની જાસૂસી થતી હોવાના મુદ્દાને લઈને વિપક્ષે સરકાર પર હુમલો કર્યો
નવી દિલ્હીઃ ઈઝરાયેલી સોફ્ટવેર પેગાસસ (Israeli software Pegasus)ના માધ્યમથી જાસૂસીના મુદ્દા પર વિવાદ વકરતો જાય છે. વિપક્ષ આ મુદ્દા અંગે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો છે. સંસદના ચોમાસા સત્રના પહેલા દિવસે જ વિપક્ષી સાંસદોએ આ મુદ્દાના સંસદમાં ઉઠાવ્યો હતો.
આ પણ વાંચોઃPegasus Snooping : કોંગ્રેસે અમિત શાહનું માંંગ્યું રાજીનામું તો વડાપ્રધાન સામે કાર્યવાહીની માંગ
કેન્દ્રિય પ્રધાન અશ્વિની વૈષ્ણવ સંસદમાં આજે નિવેદન આપશે
જોકે, આજે સંસદના ચોમાસા સત્રનો બીજો દિવસ છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન અશ્વિની વૈષ્ણવ પેગાસસ પ્રોજેક્ટ (Pegasus Project) મુદ્દે સંસદમાં નિવેદન આપશે. તો બીજી તરફ કોંગ્રેસના સાંસદે પેગાસસ પ્રોજેક્ટ (Pegasus Project) મુદ્દા પર ફ્લોર રણનીતિ તૈયાર કરવા માટે આજે સવારે બેઠક યોજી હતી.
આ પણ વાંચોઃપેગાસસ જાસૂસી મામલે પ્રવીણ તોગડિયાની પ્રતિક્રિયાઃ જાસૂસી મામલે મને કોઈ ફેર પડતો નથી
કોંગ્રેસે કરેલા તમામ આરોપ પાયાવિહોણાઃ રવિશંકર પ્રસાદ
ભાજપે પેગાસસ સોફ્ટવેર (Pegasus software)નો ઉપયોગ કરીને મુખ્ય નાગરિકોની જાસૂસીના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે (Senior BJP leader Ravi Shankar Prasad) સોમવારે કહ્યું હતું કે, ભાજપ સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આધારવિહીન અને પાયાવિહોણી ટિપ્પણીનું પાર્ટી ખંડન કરે છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી એવો એક પણ પૂરાવો નથી મળ્યો, જે કેન્દ્ર સરકાર કે પાર્ટી સાથે જોડાયેલો હોય.