- દેશનો સૌથી મોટો IPO લાવનાર Paytmના શેર BSE-NSE પર લિસ્ટ થયા
- નબળી શરૂઆત છતાં કંપનીની વેલ્યુ 1 લાખ કરોડને પાર
- વન 97 કોમ્યુનિકેશન્સના શેર લિસ્ટિંગ વેપારમાં જ 20 ટકાથી વધુ ઘટ્યા
મુંબઈ: દેશનો સૌથી મોટો IPO(Initial public offering) લાવનાર Paytmના શેર આજે BSE અને NSE પર લિસ્ટ થયા છે. જોકે, કંપનીની શેરબજારમાં(Stock market) શરૂઆત નબળી રહી હતી. Paytm ની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સOne 97 Communications(One 97 Communications) ના શેર લિસ્ટિંગ પછી શરૂઆતના વેપારમાં જ 20 ટકાથી વધુ ઘટ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ(National Stock Exchange) પર, કંપનીના શેર તેની 2,150ની ઈશ્યુ કિંમતથી 9.3 ટકા અથવા રૂ. 200 ઘટીને રૂ. 1,950 પર ખુલ્યા હતા. ત્યાર બાદ શેરના ભાવ વધુ ઘટ્યા અને શેર 21 ટકા ઘટ્યો. આ દરમિયાન, 1,705 ના ઇન્ટ્રાડે લો એટલે કે, દિવસના નીચલા સ્તરે પહોંચ્યા. જોકે, નબળી શરૂઆત છતાં કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું હતું.
IPO દ્વારા રૂ. 18,300 કરોડ એકત્ર કરવાના લક્ષ્યાંક પર