પટનાઃ બિહારના પટનાના ફુલવારીશરીફમાં રહેતા એક પરિવારનો પુત્ર અમેરિકામાં (Scholarship For Foreign Education) પોતાનું ભવિષ્ય બનાવશે. હકીકતમાં, પટનાના ગોનપુરા ગામના 17 વર્ષીય પ્રેમ કુમાર (Scholarship Prem kumar Bihar) છે. જેને અમેરિકાની પ્રતિષ્ઠિત લાફાયેટ કોલેજ (Lafayette College Pennsylvania) અમેરિકામાંથી અભ્યાસ માટે 2.5 કરોડ રૂપિયાની (Rupee 2.5 Crore Scholarship) સ્કોલરશિપ મળી છે. પ્રેમ ભારતમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહાદલિત વિદ્યાર્થી છે. વિશ્વના 6 વિદ્યાર્થીઓમાંથી ભારતનો આ એક વિદ્યાર્થી છે જેને આ પ્રકારની સુવર્ણતક મળી છે. હવે તે લાફાયેટ કોલેજ તરફથી પ્રતિષ્ઠિત 'ડાયર ફેલોશિપ' મેળવશે. પ્રેમ બિહારના મહાદલિત મુસાહર સમુદાયમાંથી આવે છે. તેનો પરિવાર ખૂબ જ ગરીબ છે.
આ પણ વાંચોઃધોરાજીમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસ્યા, જૂઓ દ્રશ્યો
2.5 કરોડની સ્કોલરશિપઃપ્રેમ છેલ્લા ચાર વર્ષથી પટનામાં એક ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાઈને અભ્યાસ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેને એ જ સંસ્થામાંથી માહિતી મળી હતી કે અમેરિકાની પ્રતિષ્ઠિત કોલેજ લાફાયેટમાં તેની પસંદગી થઈ છે. સ્નાતકની ડિગ્રી મેળવવા માટે કોલેજે 2.5 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપી છે. અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ તેમજ જીવન ખર્ચને શિષ્યવૃત્તિ આવરી લેશે. તેમાં ટ્યુશન ફી, રહેઠાણ, પુસ્તકો, આરોગ્ય વીમો, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 1826માં સ્થપાયેલી, લાફાયેટ કોલેજ અમેરિકાની ટોચની 25 કોલેજોમાં સામેલ છે.
કોને મળે આઃ આ અમેરિકાની 'હિડન આઈવી' કોલેજોની શ્રેણીમાં ગણાય છે. લાફાયેટના જણાવ્યા અનુસાર, આ ફેલોશિપ એવા પસંદગીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ વિશ્વની સૌથી મુશ્કેલ સમસ્યાઓને ઉકેલવા માટે આંતરિક પ્રેરણા અને પ્રતિબદ્ધતા ધરાવે છે. પ્રેમ કુમારે કહ્યું હતું કે, મારા માતા-પિતા ક્યારેય શાળાએ જઈ શકતા ન હતા. આ મારા માટે અકલ્પનીય છે. બિહારમાં મહાદલિત બાળકો માટે કામ કરતી ડેક્સટેરિટી ગ્લોબલ સંસ્થા ખૂબ જ પ્રશંસનીય છે. આજે મને આ સફળતા તેમના કારણે મળી છે. હું આજે ખુબ ખુશ છું"