- બિહારની રાજધાની પટનામાં બાળકો પર કોવાસીન ટ્રાયલ શરૂ
- પટના AIIMSમાં બાળકો પર રસી ટ્રાયલ કરવામાં આવી
- પ્રથમ દિવસે 3 બાળકોને કોવાસીનનો પ્રથમ ડોઝ અપાયો
- કોવાકસીનનો બીજો ડોઝ 28 દિવસ પછી આપાશે
પટના : બિહારના પટનામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં મંગળવારે બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.3 બાળકોને રસી આપવામાં આવી છે, ત્રણેય બાળકો હાલ સ્વસ્થ છે.
પટના એઇમ્સમાં બાળકો પર કોવેક્સિન ટ્રાયલ શરૂ
પટના AIIMSને કુલ 100 બાળકો પર રસીની ટ્રાયલનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ત્રણેય બાળકોની ઉંમર 12 થી 18 વર્ષની વય જૂથમાં છે અને તે પટનાના રહેવાસી છે. ત્રણેય સ્વસ્થ છે. કોઈની ઉપર કોઈ આડઅસર જોવા મળી નથી. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા-પિતાને ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા જણાવ્યું છે.આરટી-પીસીઆર, એન્ટિબોડી પરીક્ષણો અને સામાન્ય પરીક્ષણો જેવી સ્ક્રિનિંગ પ્રક્રિયાઓ તમામ બાળકોના પ્રથમ ટોઝ બાદ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારત બાયોટેકની કૉવેક્સિનને WHO તરફથી EUAની મંજૂરી મળશે તેવી આશા
રસી આપ્યા બાદ બે કલાક સુધી નજર રાખવામાં આવે છે
ડો . સીએમ સિંહના જણાવ્યા અનુસાર 'અત્યાર સુધીમાં 108 બાળકોએ પરીક્ષણ માટે નોંધણી કરાવી છે અને તેઓ સ્ક્રીનીંગ પ્રક્રિયા બાદ જ રસી મેળવશે. ઇન્ટ્રામસ્ક્યુલર ઇંજેક્શનનો 0.5 મિલી ડોઝ આપ્યા પછી, ત્રણેય બાળકો પર બે કલાક નજર રાખવામાં આવી.