- સુનીલ બંસલનું કોરોના સંક્રમણના કારણે નિધન
- બંસલને જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- હોસ્પિટલમાં તેમની સતત તબિયત વધુ લથડતી રહી હતી
જયપુરઃ યોગગુરૂ બાબા રામદેવ કોરોના સામે લડવા માટેની કોરોનિલ કીટ લોન્ચ કર્યા પછી એલોપેથી દવાઓના નિવેદનને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન ડેરી ઉદ્યોગ સંભાળી રહેલા 57 વર્ષિય સુનીલ બંસલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. બંસલને જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ#IPL2020 : બાબા રામદેવની પતંજલી ટાઇટલ સ્પોન્સપશિપ માટે કરી રહી છે વિચારણા
જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
યોગગુરૂ બાબા રામદેવની સંસ્થા પતંજલિમાં ડેરી વ્યવસાયના સીઇઓ સુનિલ બંસલને કોવિડ-19ના સંક્રમણ બાદ જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેની સતત તબિયત વધુ લથડતી રહી હતી.
19મેના રોજ તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો હતો
ETV Bharatએ રાજસ્થાન હોસ્પિટલના સંચાલક એસ.એસ.અગ્રવાલ સાથે વાત કરી હતી, ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે, સુનીલ બંસલ નામના તેમના ત્યાં એક દર્દી દાખલ થયા હતા. 19મેના રોજ તબિયત વધુ લથડતા સુનિલ બંસલે હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો હતો.