- તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારતીય વાયુસેનાની પાસિંગ આઉટ પરેડ
- મોઇનાબાદ ખાતે પોલીસ ડોગ સ્ક્વોડની પાસિંગ આઉટ પરેડનું આયોજન
- 50 પોલીસ કૂતરાઓએ પરેડમાં ભાગ લીધો હતો
હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારતીય વાયુસેનાની પાસિંગ આઉટ પરેડ ચાલી રહી છે. હૈદરાબાદના ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડેમીમાં પરેડ ચાલી રહી છે. આ પહેલા તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના મોઇનાબાદ ખાતે પોલીસ ડોગ સ્ક્વોડની પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું
50 પોલીસ કૂતરાઓને તેલંગાણા અને બિહારના ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી
અગાઉ તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના મોઇનાબાદ ખાતે પોલીસ ડોગ સ્ક્વોડની પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 પોલીસ કૂતરાઓએ પરેડમાં ભાગ લીધો હતો. લેબ્રાડોર્સ, જર્મન શેફર્ડ્સ, બેલ્જિયન માલિનલ્સ, કોકર સ્પેનિયલ્સ અને ગોલ્ડન રીટ્રીવર કૂતરાને આઠ મહિના માટે તેલંગાણા અને બિહારના ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, શ્વાનને શંકાસ્પદ વસ્તુઓ અને ગુનેગારોને શોધવા માટે તાલીમ આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કૂતરા આતંકવાદીઓ દ્વારા લગાવાયેલા બોમ્બને પણ શોધી શકે છે.
ડુંડીગલમાં ઈન્ડિયન એરફોર્સ એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડ આ પણ વાંચો:કોરોના સંકટ: એર ઈન્ડિયાનું વિશેષ વિમાન તબીબી પુરવઠો લાવવા ચીન રવાના થયું