મહાસમુંદઃછત્તીસગઢના મહાસમુંદમાં પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં પીકઅપમાં સવાર 2 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા જ પટેવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર:મહાસમુંદમાં પીકઅપ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા હતા. 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 5થી 6 લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તને ઝાલપ સબ હેલ્થ સેન્ટર અને બાગબહરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્તને રાયપુરના મેકહારામાં રિફર કરવામાં આવ્યા છે. પટેવા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
20 લોકો ઈજાગ્રસ્ત: સોમવારે રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે અકસ્માત થયો હતો. પીકઅપમાં સવાર તમામ લોકો તેલબંધાના રહેવાસી છે. જેઓ ચોથ સાથે ડોકરપાળી ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે નર્તોરા સ્ટોપ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના મોત થયા હતા.