ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Flight Emergency Exit: 40 વર્ષીય પેસેન્જર નશામાં ઈમરજન્સી ડોર ખોલવા જતો જ હતો કે... - विमान में यात्रियों की तरफ अभद्र व्यवहार

વિમાનમાં મુસાફરો સાથે અભદ્ર વર્તનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરનો મામલો ઈન્ડિગો એરક્રાફ્ટ સાથે સંબંધિત છે, જે દિલ્હીથી બેંગ્લોર જઈ રહ્યું હતું. આ પ્લેનમાં 40 વર્ષીય પેસેન્જરે નશાની હાલતમાં પ્લેનના ઈમરજન્સી ડોરનો ફ્લૅપ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

Flight Emergency Exit: 40 વર્ષીય પેસેન્જર નશામાં ઈમરજન્સી ડોર ખોલવા જતો જ હતો કે...
Flight Emergency Exit: 40 વર્ષીય પેસેન્જર નશામાં ઈમરજન્સી ડોર ખોલવા જતો જ હતો કે...

By

Published : Apr 8, 2023, 11:58 AM IST

નવી દિલ્હી:દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં નશામાં ધૂત પેસેન્જરે ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પેસેન્જરનું આ કૃત્ય જોઈને ક્રૂ મેમ્બરે એરક્રાફ્ટના કેપ્ટનને જાણ કરી હતી. જેથી તેને આવુ કરતા રાકી શકાયો હતો. જો કે આ એરલાઈન્સ સતત વિવાદોમાં સપડાય રહી છે.

Pm Modi Tamilnadu Visit: આજે તમિલનાડુમાં વડાપ્રધાન મોદી વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

તાજેતરનો મામલો ઈન્ડિગો એરક્રાફ્ટ સાથે સંબંધિત:વિમાનમાં સતત મુસાફરો સાથે અભદ્ર વર્તનની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરનો મામલો ઈન્ડિગો એરક્રાફ્ટ સાથે સંબંધિત છે, જે દિલ્હીથી બેંગ્લોર જઈ રહ્યું હતું. આ પ્લેનમાં 40 વર્ષીય પેસેન્જરે નશાની હાલતમાં પ્લેનના ઈમરજન્સી ડોરનો ફ્લૅપ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સવારે બની હતી. ઈન્ડિગો એરલાઈન્સ અનુસાર, દિલ્હી-બેંગ્લોર ફ્લાઈટમાં નશાની હાલતમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે ઈમરજન્સી ડોર ફ્લૅપ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આમ કરવા પર, ક્રૂએ પેસેન્જરને આવું ન કરવાની ચેતવણી આપી. આ પછી પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું. બેંગલુરુ પહોંચતા જ આરોપીને CISFને સોંપી દીધો.

Sharad Pawar's on Hindenburg report: હિંડનબર્ગ અદાણી કેસમાં શરદ પવાર આ શુ બોલી ગયા?

અન્ય મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યો: હવાઈ ​​મુસાફરી દરમિયાન મુસાફરો તરફથી અભદ્ર વર્તનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પણ આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં આ ઘટનાઓ અટકી રહી નથી. મોટી વાત એ છે કે આમાં અન્ય મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિમાનમાં મુસાફર દ્વારા અનુશાસનહીન હોવાના સમાચાર સતત આવતા રહે છે. ક્યારેક એક મુસાફર બીજા મુસાફર પર પેશાબ કરે છે તો ક્યાંક દુષ્કર્મ આચરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details