ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Spicejet aircraft: મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટના ટોઈલેટમાં એક કલાક સુધી ફસાઈ રહ્યો યાત્રી, સ્પાઈસ જેટે સ્પષ્ટ કર્યું - મુંબઈ બેંગલુરુ ફ્લાઈટ

મુંબઈ-બેંગલુરુ સ્પાઈસજેટ ફ્લાઈટમાં એક પુરૂષ યાત્રી લગભગ આખી મુસાફરી દરમિયાન પ્લેનના ટોઈલેટમાં ફસાયેલો રહ્યો. ફ્લાઇટ દરમિયાન પ્લેનના ટોઇલેટના દરવાજો ખરાબ થઈ જતાં આ યાત્રીને ટોઈલેટમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો. જેના કારણે મુસાફર ફ્લાઈટના લેન્ડિંગ સુધી ટોઈલેટમાં જ પુરાઈ રહ્યો હતો. સ્પાઇસજેટના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે કેબિન ક્રૂએ સમગ્ર પ્રવાસ દરમિયાન પેસેન્જરને મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સ્પાઈસ જેટના ટોઈલેટમાં ફસાયો યાત્રી
સ્પાઈસ જેટના ટોઈલેટમાં ફસાયો યાત્રી

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 1:47 PM IST

મુંબઈ: મુંબઈથી બેંગલુરુ જતી સ્પાજેટની ફ્લાઇટમાં એક યાત્રી ટોઈલેટના દરવાજાના લોકમાં કથિત ખરાબીના કારણે મંગળવાર સવારે લગભગ એક કલાક સુધી અંદર જ ફંસાયેલો રહ્યો. મોડી રાતે 2:13 વાગ્યે મુંબઈથી ઉડાન ભર્યા બાદ સીટ બેલ્ટ કા નિશાન બંધ કર્યા પછી પુરુષ યાત્રી શૌચાલય ગયો પરંતુ અંદર ફસાઈ ગયો. ટોઈલેટમાં ફસાયેલા યાત્રીને બેંગલુરુમાં સવારે 3:10 વાગ્યા સુધી રાહ જોવી પડી, જ્યારે ટેકનિશિયને દરવાજો ખોલ્યો.

સ્પાઇસ જેટે વ્યક્ત કર્યો ખેદ: આ ઘટના અંગે સ્પાઈસ જેટે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં આ તેમણે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. પોતાના નિવેદનમાં એરલાઇનને કહ્યું કે યાત્રીને રિફંડ આપવામાં આવી છે. એરલાઇન દ્વારા કહેવામાં આવ્યું છે કે યાત્રીને સંપૂર્ણ યાત્રા દરમિયાન સહાય આપવામાં આવી છે.

આખી યાત્રા કરી ટોઈલેટમાં:દરવાજો ખોલવામાં નિષ્ફળ ગયા પછી, ક્રૂ મેમ્બરે પેસેન્જરને માર્ગદર્શન આપ્યું જેમાં યાત્રીને ગભરાવવાની અને ચિંતા ન કરવાની સલાહ આપવામાં આવી હતી. ક્રી મેમ્બર તરફથી અપાટેલી એક નોટમાં લખ્યું હતું કે, 'સર, અમે દરવાજો ખોલવાનો પૂરો પ્રયાસ કર્યો. જો કે, અમે ખોલી ન શક્યા. ચિંતા કરશો નહીં, આપણે થોડીવારમાં ઉતરાણ કરીશું. તેથી, બેસવા માટે કમોડના ઢાંકણનો ઉપયોગ કરો. તમારી જાતને સુરક્ષિત રાખો. જ્યારે મુખ્ય દરવાજો ખુલશે ત્યારે એન્જિનિયર આવીને દરવાજો ખોલશે. ગભરાશો નહીં...

એરલાઈને માંગી માફી: એરલાઈને કહ્યું કે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન પર, એક એન્જિનિયરે ટોઈલેટનો દરવાજો ખોલ્યો અને પેસેન્જરને તાત્કાલિક તબીબી સારવાર મળી. આ ઘટના બાદ સ્પાઈસજેટ પેસેન્જરને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે અને માફી માંગે છે.

  1. Indigo flight passenger: લો બોલો...ફ્લાઇટ મોડી થઈ તો મુસાફરો એરક્રાફ્ટ પાર્કિંગમાં જ ખાવા બેસી ગયા, વીડિયો વાયરલ
  2. IndiGo on flight mode:'યાત્રી કૃપયા ક્ષમા કિજીયે' ઈન્ડિગોની વેબસાઈટ, એપ અને ગ્રાહક સેવા ચેનલ 'ફ્લાઈટ' મોડમાં

ABOUT THE AUTHOR

...view details