ન્યૂઝ ડેસ્ક : લગ્નની ઉંમર નક્કી કરવા અંગેની સંસદની પાર્લામેન્ટ્રી સમિતિના (Parliamentary Panel On Raising Legal Age Of Marriage) 31 સભ્યોમાંથી એક માત્ર મહિલા સાંસદ છે. આ સમિતિને યુવતિઓની લગ્ન માટેની કાયદાકિય ઉંમર 21 કરવા અંગેના સંશોધન કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. બાળ વિવાહ નિષેદ વિધેયકની સમાજ, ખાસ કરીને મહિલાઓ પર વ્યાપક અસર થશે. આ અંગે સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને શિક્ષા, મહિલા, યુવા અને રમત-ગમતની સંસદની સ્થાયી સમિતિને મોકલી આપ્યો છે.
રાજ્યસભાની વેબસાઇર પર જોવા મળશે યાદી
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા લાવવામાં આવેલા આ બિલમાં મહિલાઓની લગ્ન માટેની કાયદાકિય ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. ભાજપના વરિષ્ઠ નેતા વિનય સહસ્ત્રબુદ્ધના નેતૃત્વ વાળી સંસદની સ્થાયી સમિતિના સભ્યોની યાદી રાજ્યસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જે મુજબ આ સમિતિમાં 31 સભ્યોમાંથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ એક માત્ર મહિલા છે. આ અંગે પ્રશ્ન પુછાતા દેવએ જણાવ્યું હતું કે સમિતિમાં વધુ મહિલાઓ હોત તો સારું હોત પણ અમે નિશ્ચિત કરશું કે તમામ પક્ષના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે.
આ પણ વાંચો :છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરશે સરકાર