નવી દિલ્હી: મંગળવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. તો બીજી તરફ સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સાંસદોના બરતરફને લઈને લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો જેના પગલે બે વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. તો હોબાળો કરી રહેલા વિપક્ષના 49 સાંસદોને લોકસભામાંથી અને 8 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
લોકસભામાં વિપક્ષના સાંસદોનો હોબાળો: સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી આજે મંગળવારે સવારે 11 વાગ્યે શરૂ થઈ. સદનમાં પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જોકે, સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ લોકસભામાં વિપક્ષના સાંસદોએ હંગામો ચાલુ કર્યો હતો. જો કે, કેન્દ્ર સરકાર ચાલુ 'શિયાળુ સત્ર'માં તેના કાયદાકીય એજન્ડાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં વિચારણા માટે કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (બીજો સુધારો) બિલ, 2023 રજૂ કરવા જઈ રહ્યાં છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017માં વધુ સુધારાની દરખાસ્ત સાથે બિલ રજૂ કરવામાં આવશે.
લોકસભાની સુનિશ્ચિત કારોબારી યાદી અનુસાર, નિર્મલા સીતારમણ પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સીસ બિલ-2023ને પણ વિચારણા માટે રજૂ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી કાયદો (વિશેષ જોગવાઈઓ) બીજું (સુધારો) બિલ-2023 આગળ વધારનાર છે.
રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી