- રાહુલે ટ્વીટ કરીને કહ્યું- સાંસદોએ માફી ન માંગવી જોઇએ
- ચોમાસુ સત્રમાં અશોભનીય વર્તન કરવાના કારણે 12 સાંસદો સસ્પેન્ડ
- શિયાળુ સત્રમાં સામેલ નહીં થઈ શકે સસ્પેન્ડ થયેલા સાંસદો
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ રાજ્યસભા સાંસદોના સસ્પેન્શન (rajya sabha mp suspended from parliament) પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે એક ટ્વીટ કરીને પછ્યું (rahul gandhi on suspension of rajya sabha MPs) કે, સાંસદોએ કઈ વાતની માફી માંગવી જોઇએ? રાહુલ ગાંધીએ લખ્યું કે, શું સાંસદોએ સંસદમાં જનતાનો અવાજ ઉઠાવવા માટે માફી માંગવી જોઇએ? રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ (rahul gandhi tweets)માં આ પ્રશ્નનો જવાબ પણ આપ્યો. તેમણે લખ્યું કે, સાંસદોએ માફી બિલકુલ ન માંગવી જોઇએ.
ગત ચોમાસુ સત્રમાં અનેકવાર સંસદની મર્યાદા કલંકિત થઈ
ઉલ્લેખનીય છે કે સંસદના ચોમાસુ સત્ર (parliament monsoon session 2021)માં અશોભનીય વર્તન કરવા બદલ 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર (parliament winter session 2021)માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં સાંસદોનું અશોભનીય વર્તન (indecent behavior of mps in parliament of india) ભૂતકાળમાં પણ ઘણી વખત સામે આવ્યું છે. ગત ચોમાસુ સત્ર દરમિયાન, એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે સંસદની મર્યાદાને કલંકિત કરવામાં આવી. અધ્યક્ષ નાયડુ પોતે અનેક પ્રસંગોએ ઉશ્કેરાયેલા જોવા મળ્યા હતા.
નિર્મલા સીતારમણે સંસદમાં હોબાળાને 'હિંસક પ્રદર્શન' ગણાવ્યું