- YSRCP સાંસદ તલરી રંગૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મહત્વનો મુદ્દો ઉઠાવ્યો
- તેમણે ગૃહને જણાવ્યું કે, આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે
- અધીર રંજન ચૌધરીએ NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો
- કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ડોક્ટરોની અછત તરફ ઈશારો કરીને તેને ઉકેલવાની વાત કરી
Parliament Winter Session 2021 : રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
Parliament Winter Session 2021
13:41 December 07
સાંસદ તલરી રંગૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મહત્વનો મુદ્દો ઉઠાવ્યો
11:58 December 07
લોકસભામાં બીજેપી સાંસદ હેમા માલિનીએ આપ્યું નિવેદન
- પ્રશ્નકાળ દરમિયાન પીએમ ગ્રામ સડક યોજના પર લોકસભામાં બીજેપી સાંસદ હેમા માલિનીએ આપ્યું નિવેદન
- વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દરેક ગામને રોડથી જોડવાનું અટલજીનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે
- આ યોજનાથી ગામડાઓમાં રહેતા લોકો, ખાસ કરીને ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું
- સાંસદ શ્યામ સિંહ યાદવે પૂછ્યું કે, શું ગ્રામીણ વિકાસ મંત્રાલય યુપીમાં બની રહેલા રસ્તાઓની ગુણવત્તા તપાસશે
11:24 December 07
વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
- આજે પણ સાંસદોના સસ્પેન્શન મુદ્દે સંસદ ભવન સંકુલમાં વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું
- રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
- સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, જો સસ્પેન્ડેડ સાંસદ માફી માંગે તો તેમનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવશે
10:22 December 07
Parliament Winter Session : રાહુલ ગાંધીએ મૃતક ખેડૂતોના મુદ્દે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ નોટીસ આપી
- સંસદનું શિયાળુ સત્ર મંગળવારથી શરૂ થાય તે પહેલા જ બન્ને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી
- કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ત્રણ કૃષિ કાયદાઓ પર ખેડૂતોના આંદોલન દરમિયાન મોત થયેલા ખેડૂતોને વળતર આપવાના મુદ્દે નોટીસ આપી
- કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ મૃત ખેડૂતોને વળતરના મુદ્દા પર રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી
Last Updated : Dec 7, 2021, 1:42 PM IST