- વડોદરાના સાંસદ રંજનબેન ધનંજય ભટ્ટે આપ્યું નિવેદન
- વડોદરાથી દેશના અન્ય રાજ્યોની રાજધાનીઓ માટે પૂરતી કનેક્ટિંગ ફ્લાઇટ્સ નથી
- તેમણે ઉડ્ડયન મંત્રાલયને આ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા અપીલ કરી
- અલાથુરના સાંસદ રામ્યા હરિદાદે કેરળમાં પ્રાણી-માનવ સંઘર્ષને રોકવા માટે વિગતવાર અભ્યાસ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરી હતી
- રાજ્યસભામાં રાજ્ય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે ભારત આવતા વર્ષે ગગનયાન પહેલા બે માનવરહિત મિશન કરવા જઈ રહ્યું છે
- ગગનયાન મિશન 2023માં હાથ ધરવામાં આવશે
- ગગનયાન ઉપરાંત શુક્ર મિશનનું આયોજન કરવામાં આવ્યું
- 2022-23માં આદિત્ય સોલર મિશનનું આયોજન કરવામાં આવ્યું
- આવતા વર્ષ માટે ચંદ્રયાન મિશન પણ પ્રસ્તાવિત
- 2030 સુધીમાં ભારત એક સ્પેસ સ્ટેશન પણ બનાવી શકે છે, જે પોતાનામાં અનોખું હશે.
Parliament Winter Session 2021: લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ - undefined
Parliament Winter Session 2021: લોકસભામાં સરક્ષણ પ્રધાને બિપિન રાવત અંગે સદનને આપી માહિતી, રાજ્યસભા શરૂ
13:35 December 09
વડોદરામાં ફ્લાઈટ શરૂ કરવા સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન
12:44 December 09
ડિજિટલ ઈન્ડિયા, રેલ્વે સંબંધિત બાબતો પર ચર્ચા
- ડિજિટલ ઈન્ડિયા, રેલ્વે સંબંધિત બાબતો પર ચર્ચા થઈ રહી છે
- શિક્ષણ દ્વારા મહિલા સશક્તિકરણ અંગેની મહિલા સશક્તિકરણ સમિતિનો અહેવાલ બેટી બચાવો-બેટી પઢાવો યોજનાના વિશેષ સંદર્ભ સાથે રજૂ કરવામાં આવ્યો
11:58 December 09
Parliament Winter Session 2021: લોકસભામાં સરક્ષણ પ્રધાને બિપિન રાવત અંગે સદનને આપી માહિતી, રાજ્યસભા શરૂ
- લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થતા કેન-બટવા નદીને જોડવાના પ્રોજેક્ટ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા
- જલ શક્તિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, કેન-બેતવા લિંકિંગ પ્રોજેક્ટ ખૂબ મહત્વાકાંક્ષી છે
- લિંકને કારણે કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. બધુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કરવામાં આવ્યું છે
- પ્રશ્નના જવાબમાં લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે 2020 અને 2021માં હજ નથી થઈ.
- પરંતુ, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'ઇઝ ઓફ ડુઇંગ હજ' સુધારા લાવવામાં આવ્યા છે.
- "મુસ્લિમ મહિલાઓને હજ પર જવાની છૂટ છે અને આ વર્ષે પણ જો હજ થાય છે, તો અમે મુસ્લિમ મહિલાઓને મોકલવાનું સુનિશ્ચિત કરીશું અને આખી પ્રક્રિયા ડિજિટલ બની ગઈ છે,"
- તેમણે કહ્યું કે, ભારત વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાં સમગ્ર હજ પ્રક્રિયા ડિજિટલ થઈ ગઈ છે.
Last Updated : Dec 9, 2021, 1:49 PM IST