નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને (samajwadi party mp jaya bachchan) મંગળવારે દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીના કેટલાક સાથીદારો પર આવકવેરા વિભાગના તાજેતરના દરોડા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (uttar pradesh assembly election 2022) પહેલા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની ગભરાટ દર્શાવે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન સોમવારે ED સમક્ષ હાજર થઈ હતી
તેમણે સરકારના દાવા પર કટાક્ષ કર્યો કે, "શું અમે અભણ-નિરક્ષર છીએ, જે આના પર વિશ્વાસ કરી લઇશું." નોંધનીય છે કે જયાની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ સોમવારે 2016ના પનામા પેપર્સ ગ્લોબલ ટેક્સ લીક કેસ (panama papers leak case 2016) સાથે સંબંધિત કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઈ હતી.
સરકાર પાસે ઘણી એજન્સીઓ છે જેનો દુરઉપયોગ થઈ રહ્યો છે
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (foreign exchange management act)ની જોગવાઈઓ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. જો કે જયાએ તેની પુત્રવધૂની પૂછપરછ અંગે કોઈ સીધી ટિપ્પણી કરી નહોતી. પોતાની પાર્ટી સપાના નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, "તેઓ (સરકાર) ગભરાટમાં છે. તેમની પાસે ઘણી એજન્સીઓ છે અને તેનો દુરુપયોગ કરી રહી છે."
સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ સરકારની ટીકા કરી
પત્રકારો સાથે વાત કરતા બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની પત્નીએ રાજ્યસભામાંથી વિવિધ રાજકીય પક્ષોના 12 સભ્યોને સસ્પેન્ડ (mp suspended from rajya sabha) કરવા બદલ સરકારની ટીકા કરી હતી. તેમણે સરકાર પર સંસદમાં મોંઘવારી (inflation in india), બેરોજગારી (unemployment in india) અને ખેડૂતોના મુદ્દા પર ચર્ચા ન કરાવવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યસભા (Parliament Winter Session 2021)માં સોમવારના એક બિલ પર ચર્ચા દરમિયાન જયા પોતાની વિરુદ્ધ એક 'ખાનગી ટિપ્પણી'થી એટલા નારાજ જોવા મળ્યા કે તેમણે ભાજપ સભ્યોને શ્રાપ આપી દીધો કે જલદી તેમના ખરાબ દિવસો આવવાના છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા સંસદ સભ્યો સાથે એકતા દર્શાવતા હતા
ક્રોધિત જયાએ આસનને કહ્યું કે, તેમણે નિષ્પક્ષ હોવું જોઇએ. તેમણે વિપક્ષનો અવાજ દબાવવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે માત્ર તેમની હૃદયપૂર્વકની લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેઓ સંસદ ભવન સંકુલ (parliament house complex)માં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે દરરોજ ધરણા કરી રહેલા સસ્પેન્ડ કરાયેલા સભ્યો સાથે એકતા દર્શાવતા હતા.
સરકાર દેશને વેચી રહી છે
વિપક્ષના સભ્યો તેમનું સસ્પેન્શન રદ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે સંભવતઃ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો સંદર્ભ આપતા કહ્યું કે, તે (સરકાર) દેશને વેચી રહી છે અને વિપક્ષ તેનો અવાજ પણ ઉઠાવી શકતો નથી.
આ પણ વાંચો: Kolkata Municipal Corporation Result : મમતાએ કહ્યું- "આ રાષ્ટ્રીય રાજનીતિની જીત છે"
આ પણ વાંચો: Effect on the brain after recovery from corona: કોરોનામાંથી સાજા થયા પછી પણ થઈ શકે છે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર