ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલામાં છઠ્ઠો આરોપી મહેશ કુમાવત સાત દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં - સંસદની સુરક્ષામાં ક્ષતિ

સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં થયેલી પોલીસ કાર્યવાહીને લઇ પટિયાલા કોર્ટે સંસદ સુરક્ષા લેપ્સ કેસના છઠ્ઠા આરોપી મહેશ કુમાવતને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલામાં છઠ્ઠો આરોપી મહેશ કુમાવત સાત દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં
સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલામાં છઠ્ઠો આરોપી મહેશ કુમાવત સાત દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 8:09 PM IST

નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સંસદમાં સુરક્ષામાં ખામીના આરોપી મહેશ કુમાવતને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરે મહેશ કુમાવતને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપી મહેશ કુમાવતને દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વકીલ પૂરો પાડવામાં આવ્યો હતો.

મુખ્ય આરોપી લલિત ઝા :મહેશના વકીલે કોર્ટને કહ્યું કે, દિલ્હી પોલીસે તેની શા માટે ધરપકડ કરવામાં આવી છે તેની માહિતી આપી નથી. દિલ્હી પોલીસે આરોપી મહેશની 15 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. તમને જણાવી દઈએ કે 15 ડિસેમ્બરે કોર્ટે આ કેસના મુખ્ય આરોપી લલિત ઝાને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

ફંડિંગ કેવી રીતે થયું?: સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસના વકીલ અખંડપ્રતાપ સિંહે કહ્યું હતું કે શુક્રવારે રાત્રે લલિત ઝાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે આ મામલે ખુલાસો કર્યો છે કે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસ પૂછપરછ કરશે અને જાણ કરશે કે આ માટે ફંડિંગ કેવી રીતે થયું. આ માટે મોબાઈલ ફોન પણ રીકવર કરવાનો રહેશે.

UAPAની કલમ 16A હેઠળ ગુનો : 14 ડિસેમ્બરે કોર્ટે આ કેસમાં ચારેય આરોપીઓને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે નીલમ, સાગર શર્મા, ડી. મનોરંજન અને અમોલ શિંદેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડવોકેટ અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે આરોપીઓ સામેના આરોપો ગંભીર છે અને આરોપ UAPAની કલમ 16A હેઠળ છે.

આરોપી નીલમે FIRની કોપી માંગી, દિલ્હી પોલીસને નોટિસ પાઠવી :દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં આરોપી નીલમની એફઆઈઆરની નકલ આપવાની માંગ પર સુનાવણી કરતી વખતે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે. આ મામલામાં આગામી સુનાવણી 18 ડિસેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે સંસદની બહાર સૂત્રોચ્ચાર કરતી વખતે નીલમની ધરપકડ કરવામાં આવી હતી. 13 ડિસેમ્બરે નીલમની ચાર આરોપીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે 14 ડિસેમ્બરે નીલમ સહિત ચાર આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. દિલ્હી પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ FIR નોંધી છે.

  1. સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું
  2. સંસદ સુરક્ષા ચૂક સાથે ઉત્તરાખંડનું કનેક્શન, 29 વર્ષ પહેલા બની હતી આવી જ ઘટના, જ્યારે સંસદમાં ઘુસ્યા હતા આંદોલનકારી

ABOUT THE AUTHOR

...view details