- સંસદમાં આઠમો દિવસે પણ હંગામો
- કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મચાવ્યો ભારે હોબાળો
- અધ્યક્ષે નારાજ થઈ વિપક્ષને ચેતવણી આપી
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે આઠમો દિવસ છે. સંસદમાં ખળભળાટ મચી રહ્યો છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં હંગામો છે. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.
વિપક્ષી સાંસદોએ કરેલા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ( parliament monsoon session ) પણ સવારે બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષના હંગામા પર લોકસભા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ગૃહનું પોતાનું ગૌરવ છે, ગૃહમાં વિક્ષેપ પાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસના સાંસદ બી મણિકમ ટાગોરે આજે ફરીથી લોકસભામાં ( parliament monsoon session ) એડજર્મેન્ટ મોશન નોટિસ આપી છે અને વડાપ્રધાન અથવા ગૃહપ્રધાનની હાજરીમાં પેગાસસ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પેગાસસ મુદ્દે ચર્ચાની માગણી સાથે એડજર્મેન્ટ મોશન નોટિસ પણ આપી છે.
બીજી તરફ કોંગ્રેસના લોકસભા સભ્યોએ આજે સવારે કોંગ્રેસ સંસદીય પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી હતી, જેમાં પેગાસસ અને અન્ય મુદ્દાઓ પર સંસદમાં ( parliament monsoon session ) સરકારને ઘેરી લેવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યસભાના વિરોધી પક્ષોના નેતાઓએ પણ પેગાસસ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવા માટે એક અલગ બેઠક યોજી હતી.
બેઠક બાદ રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડએએ કહ્યું કે અમે ફક્ત પેગાસસ મુદ્દે ચર્ચા કરવા માગીએ છીએ. તે માટે પીએમ મોદી અને ગૃહપ્રધાનની હાજરી જરૂરી છે. આ (જાસૂસી) રાજદ્રોહ છે. જો તેઓ અમને આ મુદ્દા પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવશે તો ગૃહ સારું ચાલશે. અમે આજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે.
વિપક્ષને મોદી સરકાર કામ નથી કરવા દઈ રહી
તે જ સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વિટ કરીને કહ્યું કે, 'આપણી લોકશાહીનો પાયો એ છે કે સાંસદો લોકોનો અવાજ બને અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે. મોદી સરકાર વિપક્ષોને આ કામ કરવા દેતી નથી. સંસદનો વધુ સમય બગાડો નહીં અને મોંઘવારી, ખેડૂતો અને પેગાસસ વિશે વાત કરવા દો! '