નવી દિલ્હીઃસોમવારે સંસદમાં મોનસુન સત્રનો ત્રીજો દિવસ છે. જે ખૂબ તોફાની બની રહેવાની પૂરી સંભાવના છે. મોનસુન સત્રની કામગીરી 11 વાગ્યે શરૂ થશે. જેમાં વિપક્ષની બાજુથી મણીપુર હિંસાનો મુદ્દો ફરી ઊઠે એવી સંભાવના છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મહિલા સાથે થયેલા ખોટા વ્યવહારને લઈને સવાલ કરી શકે છે. આ માટે ભાજપે પણ એક ચોક્કસ યોજના બનાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ વિપક્ષ સામે શાબ્દિક વાર કરવાની યોજના ઘડી છે. મણીપુરમાં થયેલી ઘટનાના મામાલે સરકારમાં રહેલા નેતાઓએ ચર્ચા કરવાની તૈયારીઓ બતાવી હતી.
Parliament Monsoon Session: પશ્ચિમ બંગાળમાં મહિલા પર અત્ચાર મુદ્દે ભાજપ લડી લેવાના મૂડમાં -
મોનસુન સત્રમાં મણીપુરની હિંસાનો મુદ્દો પડઘાયા બાદ હવે ભાજપે પણ વિપક્ષને ઘેરવા માટેનો પ્લાન બનાવી દીધો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં એક મહિને નગ્ન કરી એના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. જેને લઈને ભાજપના નેતાઓ લડી લેવાના મૂડમાં છે.
વિપક્ષની જીદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાયના નેતાએ મણીપુરમાં હિંસા અને મહિલા સાથે બનેલી ઘટના પર ચર્ચા કરવા માટે તૈયારી બતાવી હતી. પણ વિપક્ષની માંગ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે કોઈ ચર્ચા કરે. મુદ્દાસર જવાબ આપે. એક વખત દુઃખ વ્યક્ત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવામાં મહત્ત્વનું એ છે કે, સરકાર તરફથી કોણ આ મુદ્દે સ્પષ્ટતા કરે છે. ભાજપ તેલંગણા, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢમાં મહિલા પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઊઠાવશે.સોમવારે સત્ર તોફાની બની રહેવી પૂરી શક્યતાઓ છે.
વિરોધ પ્રદર્શનઃભાજપના નેતાઓ સંસદ પરીસરમાં વિરોધ પ્રદર્શન કરશે. ધરણા કરવામાં આવશે. સવારે 9.30 વાગ્યે આ ધરણા શરૂ થશે. આ પહેલા તારીખ 20 જુલાઈએ ભાજપે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પ્રથમ બે દિવસમાં ખાસ કોઈ ચર્ચા ન થતા સત્ર ધોવાઈ ગયું હતું. બિલને લઈને કોઈ પ્રકારની વાત થવાના બદલે મણીપુરમાં થયેલી હિંસા અને મહિલા સાથેની ઘટનાને લઈને વિપક્ષ વડાપ્રધાન મોદીના જવાબ પર અડગ હતો.