નવી દિલ્હીઃશુક્રવારે મોનસુન સત્રના બીજા જ દિવસે સત્ર સ્થગિત કરવાની ફરજ પડી હતી. એક પછી એક બન્ને ગૃહમાં કામગીરી અટકાવી પડી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે શાસક અને વિપક્ષ એમ બન્ને પક્ષના મોટા નેતાઓ તથા સાંસદના નિવેદન સામે આવ્યા હતા. પણ સદનની કામગીરી બીજા જ દિવસે અટકી પડતા અનેક મુદ્દાઓની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.
આવું શા માટેઃ રાજ્યસભાના સાંસદ મનોજ ઝા એ મણીપુરમાં થયેલી હિંસાના મામલે વડાપ્રધાન મોદી પર પ્રશ્નો ઊભા કર્યા છે. વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરતા સવાલ કર્યો હતો કે, 80 દિવસ પછી વડાપ્રધાન મોદી એવું કહી રહ્યા છે કે, આવી ઘટનાથી એમને દુઃખ થયું છે, એમનામાં ગુસ્સો છે. પછી સંતુલન બનાવવા માટે રાજસ્થાન અને છત્તીગઢની વાત બોલે છે. આવું શા માટે? વડાપ્રધાને પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનો ઉલ્લેખ કેમ ન કર્યો? તારીખ 4 મેના દિવસે જે ઘટના બની એનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયો છે. જેના કારણે મણીપુરના પહાડી વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ છે. આ વીડિયોમાં એક સમુદાયની મહિલાને નગ્ન કરીને ખેતરમાં લઈ જવામાં આવે છે.
વડાપ્રધાનની વાતઃપીએમ મોદીએ આ ઘટનાને લઈને ગુરૂવારે જણાવ્યું હતું કે, આ ઘટનાથી દેશવાસીઓનું મસ્તક શરમથી નમી ગયું છે. કાયદો પોતાની પૂરી શક્તિ સાથે કામ કરશે. કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે. વડાપ્રધાન મોદીએ જે તે રાજ્યમાં મુખ્યપ્રધાનોને કાયદો વ્યવસ્થાને લઈને પગલાં લેવા માટે સૂચના આપી છે. ખાસ કરીને મહિલા સુરક્ષાના મામલે એડવાન્સ પ્લાનિંગ કરવા કહ્યું છે. મહિલાલક્ષી કાયદાઓને વધારે સજ્જ કરવામાં આવે એવી અપીલ કરી છે.
કોંગ્રેસનું નિવેદનઃકોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ મણીપુરની હિંસા પર તટસ્થ તપાસ થાય એવી માંગ કરી છે. રાજ્યસભાના નિયમ 267 અંતર્ગત એક બિઝનેસ સસ્પેન્શન નોટીસ જાહેર કરી છે. આ મામલે વડાપ્રધાને સદનમાં એક વિશેષ રૂપે પોતાની સ્પષ્ટતા કરી દેવી જોઈએ. જોકે, વડાપ્રધાન મોદીએ આ અંગે પહેલાથી જ વાત કહી દીધી હતી. પણ ત્યારે તેઓ કોઈ સદનમાં ન હતા. સાંસદ કેશવ રાવે પણ મણીપુરની હિંસા પર ચર્ચા કરવા માગે માગ કરી છે. તેમણે પણ આ બિઝનેસ સસ્પેન્શન નોટીસનું સમર્થન કર્યું છે. 80 દિવસ બાદ વડાપ્રધાન મોદી માત્ર 80 સેકન્ડ બોલ્યા છે. એવું મનિકમ ટાગોરનું કહેવું છે. સદનમાં મણીપુર હિંસાને કોઈ વાત કરતું નથી. વડાપ્રધાન મોદી સદનમાં આ અંગે સ્પષ્ટા કેમ કરતા નથી?
- Manipur Violence: કેજરીવાલે કહ્યું, મોદી એક નબળા નેતા, મણીપુર હિંસા મુદ્દે ચુપ કેમ છે?
- Manipur Violence : મણિપુરમાં હિંસા દરમિયાન સંવેદનશીલતાની હદ પાર, હિંસાના દિવસે શું થયું ? જાણો સમગ્ર ઘટના