ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ, લોકસભામાં EDના દુરુપયોગ પર ચર્ચા માટે નોટિસ - સંસદ ચોમાસુ સત્ર 2022 લાઈવ અપડેટ્સ

સંસદના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ (Parliament Monsoon Session 2022) છે. છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ (Monsoon Session 2022) રહી હતી, જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બીજા દિવસ સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે પણ મોંઘવારી અને અગ્નિપથ યોજના જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકાર પર વર્ચસ્વ જમાવી શકે છે.

Monsoon Session 2022
Monsoon Session 2022

By

Published : Jul 21, 2022, 11:15 AM IST

નવી દિલ્હીઃસંસદના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ (Parliament Monsoon Session 2022) છે. છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ રહી હતી, જેના કારણે બંને ગૃહની કાર્યવાહી (Monsoon Session 2022) બીજા દિવસ સુધી સ્થગિત કરવામાં આવી હતી. એવી આશંકા છે કે આજે પણ મોંઘવારી અને અગ્નિપથ યોજના જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકાર પર વર્ચસ્વ જમાવી શકે છે. અહીં, ચોથા દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે "એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દુરુપયોગ" પર ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે.

આ પણ વાંચો:2021માં નક્સલવાદી હિંસા આટલી ઘટી, 2009માં સૌથી વધુ: MHA

અગ્રણી નેતાઓને નિશાન:કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પણ "કેન્દ્ર સરકાર દ્વારા (monsoon session of parliament bills ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જેવી તપાસ એજન્સીઓના (Agneepath scheme Parliament news) દુરુપયોગ"ના મુદ્દા પર ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત દરખાસ્તની સૂચના આપી હતી. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં "કેટલાક રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓને નિશાન બનાવવા અને હેરાન કરવા માટે શાસક પક્ષ દ્વારા ED, CBI અને આવકવેરા વિભાગ સહિત દેશમાં (Parliament Session July 2022 ) કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ" ના મુદ્દા પર વ્યાપાર નોટિસને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

આ પણ વાંચો:16- 24 વર્ષની વયજૂથના યુવાનોએ નશાની દવાઓના લગાવ્યા ઈન્જેક્શન

નેશનલ હેરાલ્ડ કેસ:નોંધપાત્ર વાત એ છે કે, આજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ હાજર થવાના છે. તેને ધ્યાનમાં રાખીને આ નોટિસ આપવામાં આવી છે. EDના સમન્સ સામે કોંગ્રેસ પાર્ટી પણ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.

ABOUT THE AUTHOR

...view details