ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના વિકાસ માટે 2019ના કાયદાનો અમલ કરો: શક્તિસિંહ ગોહિલ - inida

સંસદના બજેટ સત્રનો આજે 9મો દિવસ છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ગૃહના ફ્લોર પર પણ અનેક અહેવાલો રજૂ કરવાના છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ મહેન્દ્ર બહાદુરસિંહના નિધનથી સમગ્ર વિધાનસભાએ શોક વ્યક્ત કર્યો હતો.

અંલગ શીપ બ્રેકિંગ યાર્ડને ડેવલોપ કરવા 2019ના કાયદાનું ઈમ્પલીમેન્ટ કરી દો: શકિતસિંહ ગોહિલ
અંલગ શીપ બ્રેકિંગ યાર્ડને ડેવલોપ કરવા 2019ના કાયદાનું ઈમ્પલીમેન્ટ કરી દો: શકિતસિંહ ગોહિલ

By

Published : Feb 10, 2021, 1:19 PM IST

Updated : Feb 10, 2021, 5:35 PM IST

  • સંસદના બજેટ સત્રનો આજે 9મો દિવસ
  • રાજ્યસભાની કાર્યવાહી શરૂ
  • મહેન્દ્ર બહાદુરસિંહના નિધનથી સમગ્ર વિધાનસભાએ શોક વ્યક્ત કર્યો
    શક્તિસિંહ ગોહિલ

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રનો 9મો દિવસ હતો. રાજ્યસભાની કાર્યવાહીમાં અનેક અહેવાલો રજૂ થયા હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ મહેન્દ્ર બહાદુરસિંહના નિધનથી સમગ્ર વિધાનસભાએ શોક વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ટૂંકમાં જણાવ્યું હતું કે 26 ઓક્ટોબર, 2020માં તેમનું અવસાન થયું. મહેન્દ્રસિંહ છત્તીસગઢના ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ હતા. તેનો જન્મ મહાસમંદમાં થયો હતો.

વડાપ્રધાન મોદીએ આ 4 સાંસદોની વિદાય અંગે નિવેદન આપ્યું

આ પહેલા મંગળવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન કેટલીક અવિસ્મરણીય ક્ષણો આવી હતી જ્યારે વડાપ્રધાન મોદી નિવૃત્ત સાંસદો વિશે ભાવનાશીલ બન્યા હતા. આ પછી, કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ પણ લગભગ 30 મિનિટ સુધીના તેમના ભાષણમાં ખૂબ ભાવુક થયા હતા. રાજ્યસભામાંથી નિવૃત્ત થનારા સાંસદોમાં જમ્મુ-કાશ્મીરના ચૂંટાયેલા સાંસદ મીર મોહમ્મદ ફૈયઝ, શમશેરસિંહ મનહસ, ગુલામ નબી આઝાદ અને નઝીર અહેમદનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ આ 4 સાંસદોની વિદાય અંગે નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન દરમિયાન, પીએમ મોદી ગુજરાતની જનતા પર કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતી વખતે ખૂબ જ ભાવુક પણ હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદ દળની સાથે એવા લોકો છે. જે ઘર અને દેશની ચિંતા કરે છે. તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદ પછી, જે લોકો તેમના પદ પર આવશે તેમની જગ્યા ભરવાનું મુશ્કેલ બનશે.

શિપ બ્રેકિંગ યાર્ડનો જો વિકાસ કરવો હોય તો જે કાયદો તમે 2019માં લાવ્યા છો એનો અમલ થયો નથી

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મનસુખભાઈ સાથે તેમના સારા પારિવારિક સંબંધો રહયા છે. તે સારા મિત્ર રહ્યા છે. શકિતસિંહ ગોહિલે વડાપ્રધાનને કહ્યું કે, તમે વિકાસની વાત કરો તો એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ ગુજરાતના અંલગમાં આવેલું છે. તો વડાપ્રધાનજી તમે તમારી સત્તા વાપરીને અંલગ શીપ બ્રેકિંગ યાર્ડને જો વિકાસ કરવો હોય તો જે કાયદો તમે 2019માં લાવ્યા છો એનો અમલ થયો નથી એ કરી દો.

Last Updated : Feb 10, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details