નવી દિલ્હીઃલંડનમાં રાહુલના નિવેદન અને અદાણી ગ્રુપના મુદ્દાને લઈને વિપક્ષ અને શાસક પક્ષ ભાજપ વચ્ચે મડાગાંઠ ચાલુ છે. હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ વિપક્ષ કોંગ્રેસનું વલણ વધુ કડક બન્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં થઈ હતી. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર સામે મોરચો ખોલવાની રણનીતિ બનાવવાની ચર્ચા છે. આવી સ્થિતિમાં સંસદના બંને ગૃહોમાં હંગામો થવાની સંભાવના છે.
Budget session 2023: લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ 12 વાગ્યા સુધી કરાઈ સ્થગિત - Budget session 2023 News
સંસદના બજેટ સત્ર 2023 દરમિયાન આજે પણ હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અદાણી ગ્રુપના મુદ્દે વિપક્ષ અને ભાજપ વચ્ચે ટક્કર ચાલી રહી છે.
પ્રહલાદ જોશીએ શું કહ્યું: દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, તેઓ (કોંગ્રેસ) એ જણાવવું જોઈએ કે તેઓ કોની વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે કારણ કે, આ નિર્ણય કોઈ રાજકીય પક્ષ દ્વારા નહીં પણ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. તેઓ ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે અને તેમની ટિપ્પણી માટે માફી માંગવાનો ઇનકાર કર્યો છે. જનતા તેમને પાઠ ભણાવશે.
આ પણ વાંચો:Farooq Abdullah on Ram : ફારુક અબ્દુલ્લાએ કહ્યું રામ માત્ર હિન્દુઓના જ નહીં બધાના છે ભગવાન
સંસદના બજેટ સત્રમાં હંગામો: કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીએ અદાણી જૂથના મુદ્દાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની રચના કરવામાં સરકારની નિષ્ફળતા અંગે ચર્ચા કરવા નિયમ 267 હેઠળ બિઝનેસ નોટિસ સસ્પેન્શન આપી હતી. તમને જણાવી દઈએ કે, ગુરુવારે સંસદના બજેટ સત્રમાં હંગામો થયો હતો. જો કે, હોબાળા વચ્ચે વિનિયોગ બિલ 2023 લોકસભામાં પસાર થઈ ગયું. દરમિયાન કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ઝારખંડ, છત્તીસગઢ અને બંગાળ સહિત 9 રાજ્યોના કેસની તપાસ માટે સીબીઆઈને આપવામાં આવેલી સંમતિ પાછી ખેંચી લેવામાં આવી છે. PM મોદીએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાને લઈને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા હતા. આ દરમિયાન ઘણા મોટા નેતાઓની હાજરીનો મામલો પણ સામે આવ્યો છે.