દિલ્હી:નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ(New Delhi Municipal Council) G20 ઇન્ટરનેશનલ સમિટ (G20 Summit 2023)ને ધ્યાનમાં રાખીને ચાણક્યપુરીમાં એક ખાસ પાર્ક વિકસાવવા જઈ રહી છે. આ પાર્ક સંપૂર્ણપણે G-20 દેશોને સમર્પિત કરવામાં(Park dedicated to G 20 countries) આવશે. તેને વેસ્ટ ટુ વન્ડરની થીમ પર શણગારવામાં આવશે. સોલાર લાઇટિંગ દ્વારા પાર્કને ખૂબ જ સુંદર દેખાવ આપવામાં આવશે. G-20 દેશોના આદરના ચિહ્ન તરીકે, તમામ દેશોના રાષ્ટ્રીય ધ્વજ પાર્કમાં કચરામાંથી બનેલા રાષ્ટ્રીય પ્રાણીઓની આકૃતિઓ સાથે પ્રદર્શિત કરવામાં આવશે. આ સાથે G-20 દેશોના સન્માનમાં એક ખાસ ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે.
NDMCએ બુધવારે બજેટ જાહેર કર્યું: કાઉન્સિલ G20 ઇન્ટરનેશનલ સમિટ (2023)ને ધ્યાનમાં રાખીને NDMCએ બુધવારે બજેટ જાહેર કર્યું અને જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષ 2023-24 (Financial Year 2023 24) ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. કારણ કે આ નાણાકીય વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં G-20 આંતરરાષ્ટ્રીય સમિટ યોજાવા જઈ રહી છે. તે જોતાં અમારા વિસ્તારમાં આવતા તમામ ફ્લાયઓવરના બ્યુટીફિકેશનનું કામ તો શરૂ જ કરવામાં આવ્યું છે પરંતુ આ વિસ્તારમાં આવતા તમામ રાઉન્ડ અબાઉટમાં નામાંકિત કલાકારોની પ્રતિમાઓ સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની કલા ચેતનાનું દ્રશ્ય દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં G20 સમિટ અંતર્ગત 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન સમિટ, CMએ સમિટનો લોગો અને સોન્ગ કર્યા લોન્ચ