ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kerala News: પાર્સલ વાહને રસ્તા પર ચાલતા લોકોને કચડી નાખ્યા, એક બાળક સહિત ત્રણના મોત - એક બાળક સહિત ત્રણના મોત

કેરળના ઇડુક્કીમાં એક પાર્સલ વાહને રસ્તા પર ચાલતા લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં એક બાળકી સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Kerala News: પાર્સલ વાહને ર
કેરળના ઇડુ

By

Published : Apr 17, 2023, 8:11 PM IST

ઇડુક્કી:કેરળના મુવાટ્ટુપુઝા-થોડુપુઝા રોડ પર મદક્કથાનમમાં એક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. એક પાર્સલ વાહને પગપાળા જઈ રહેલા ત્રણ લોકોને કચડી નાખતાં આ અકસ્માત થયો હતો. સામે આવેલી માહિતી પ્રમાણે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

વાહને ગુમાવ્યો કાબુ: આ અકસ્માત સોમવારે સવારે 7.45 કલાકે થયો હતો. મીની વાન કાબુ ગુમાવી રોડ પર રાહદારીઓ તરફ ભાગી હતી. નજીકના વેપારી પ્રજેશ તેની પુત્રી સાથે દુકાને જતો હતો અને મેરી કામે જતી હતી. તે દરમિયાન એક ઝડપી વાહને તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. મૃતકોની ઓળખ કુંજરક્કટ્ટુ પ્રજેશ પોલ (35), પ્રજેશની દોઢ વર્ષની પુત્રી અલના અને ઈન્ચપલકલ મેરી (65) તરીકે થઈ છે. ત્રણેય ઇડુક્કીના કુવેલીપાડીના રહેવાસી છે.

આ પણ વાંચો:Surat Crime : સુરતમાં 6 વર્ષના બાળકને ડમ્પર ચાલકે અડફેટે લેતાં થયું મોત, પરિવારે આરોપીને પકડી પોલીસને સોંપ્યો

ડ્રાઈવર ઊંઘી જતાં અકસ્માત:પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે પાર્સલ વાહનનો ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેના કારણે આટલો મોટો અકસ્માત થયો હતો અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બ્લુ ડાર્ટ કુરિયર એજન્સીની મેક્સિમો વાન સાથે આ અકસ્માત થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પહેલા પણ અહીં આવી ઘટનાઓ બની છે. અકસ્માતમાં ઘાયલ થયેલા પાર્સલ વાહનના ડ્રાઈવર એલ્ડોને વઝાકુલમ પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. મૃતદેહોને થોડુપુઝા તાલુક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો:Bhavnagar Crime : ડમી કૌભાંડમાં પીએસઆઈ તાલીમ લેતો ડમી અને બીપીટીઆઈમાં ફરજ બજાવતો કર્મી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details