- 12 ડિસેમ્બરે જોવા મળશે અવકાશી નજારો
- ગ્રહોની પરેડનું સુંદર દ્રશ્ય નરી આંખે નિહાળી શકાશે
- 28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી પણ દેખાશે ગ્રહોની પરેડ
હૈદરાબાદ: આજે 12મી ડિસેમ્બરે સાંજે આકાશમાં એક દુર્લભ અવકાશી નજારો જોવા (12 December Sky View) મળશે. લોકો સૂર્યમંડળના 6 ગ્રહોને એક સીધી રેખામાં (6 planets arranged in a straight line) જોઈ શકશે. સારી વાત એ છે કે સૂર્યાસ્ત પછી લોકો તેને પોતાની આંખોથી અથવા નાના ટેલિસ્કોપથી પણ જોઈ શકશે. આ માટે વિશાળ ટેલિસ્કોપની જરૂર નહીં પડે. ખગોળશાસ્ત્રી વૈજ્ઞાનિકે આ દુર્લભ ખગોળીય ઘટનાને ગ્રહોની પરેડ (parade of planets) ગણાવી છે.
6 ડિસેમ્બરથી બદલાઈ રહી છે ગ્રહોની ગતિ
ફોક્સ-4ના અહેવાલ અનુસાર 12 ડિસેમ્બરે રવિવારે સાંજે (12 December Sky View), એક પાતળો અર્ધચંદ્રાકાર શુક્ર, શનિ, ગુરુ, નેપ્ચ્યુન અને યુરેનસ સાથે સીધી રેખામાં (6 planets arranged in a straight line) હશે. પૂર્ણ ચંદ્રની ગેરહાજરીને કારણે લોકો આ ખગોળીય ઘટના સ્પષ્ટપણે જોઈ શકશે. ખગોળશાસ્ત્રીઓના મતે ગ્રહોની પરેડ (parade of planets) માટે 6ઠ્ઠી ડિસેમ્બરથી ગ્રહોની ગતિ બદલાવા લાગી હતી. ચંદ્ર સૌપ્રથમ શુક્રની નજીક દેખાયો. આ પછી બધા ગ્રહો વારાફરતી રેખામાં આવતા રહ્યાં. 10 ડિસેમ્બરે ચંદ્ર, ગુરુ અને શનિ એક રેખામાં જોવા મળ્યાં હતાં. ગયા વર્ષે પણ 19 જુલાઈએ પાંચ ગ્રહો એક સીધી રેખામાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ ટેલિસ્કોપ વગર જોવા મળ્યાં હતાં.