પંચકુલા: હરિયાણાના પંચકુલામાં એક નાઈટ ક્લબની બહાર રવિવારે 3 જુલાઈની સવારે ગોળીબારનો મામલો સામે આવ્યો છે. હવે આ ઘટનાના CCTV ફૂટેજ (panchkula night club firing cctv) સામે આવ્યા છે. જેમાં એક યુવક ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલામાં આરોપી યુવક મોહિત અને નાઈટ ક્લબ (Coco Kafe and Lounge Panchkula ) સામે ગુનો નોંધ્યો છે.
નાઈટક્લબમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો: મિત્રએ જ ગોળી મારતા યુવક સાથે બાઉન્સર પણ ગંભીર ઘવાયો આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ: પ્રભારી રઘુ શર્માએ કહી આ વાત
શું છે મામલો -જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી મોહિત શનિવારે રાત્રે તેના મિત્રો સાથે પંચકુલાના સેક્ટર-11 સ્થિત કોકો કેફે એન્ડ લોન્જમાં પાર્ટી માટે આવ્યો હતો. રવિવારે સવારે જ્યારે આ લોકો ક્લબમાંથી બહાર આવ્યા ત્યારે મોહિતે તેના મિત્ર પર ગોળીબાર કર્યો હતો. ગોળી પગમાં વાગી હતી અને હંગામો જોઈને નાઈટ ક્લબના બાઉન્સર્સ પણ બચાવમાં આવવા લાગ્યા, પછી મોહિતે તેમના પર પણ ફાયરિંગ (Panchkula night club firing ) કર્યું. આ દરમિયાન એક બાઉન્સર પણ ઈજાપ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો:પ્રખ્યાત સરળ વાસ્તુના ધારાશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીની લાઈવ હત્યા: હત્યારા અનુયાયી સીસીટીવીમાં કેદ
CCTV ફૂટેજ આવ્યા સામે - નાઈટ ક્લબની બહાર ફાયરિંગની ઘટનાના CCTV (Firing In Panchkula night club) ફૂટેજ હવે સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સવારે લગભગ 6.30 વાગ્યે હુમલાખોર મોહિત તેના મિત્રો સાથે નાઈટ ક્લબમાંથી નીકળીને પાર્કિંગ તરફ જઈ રહ્યો હતો. અચાનક મોહિત તેના એક મિત્ર પર ગોળીબાર કરે છે. ગોળી તેના પગમાં વાગી અને તે ભાગવા લાગ્યો.
પોલીસે નોંધ્યો કેસ- પંચકુલામાં ફાયરિંગના મામલામાં પોલીસ આરોપીને શોધી રહી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુખબીર સિંહનું કહેવું છે કે લુધિયાણાના રહેવાસી મોહિત નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી રવિવારે તેની મહિલા મિત્રો સાથે સેક્ટર-11માં કોકો કેફે અને લાઉન્જ પંચકુલાની બહાર હાજર હતો. આ ગ્રૂપમાં સામેલ અન્ય લોકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.