ગુજરાત

gujarat

તિબેટ સરકારના રાષ્ટ્રપતિ પમ્પા સેરિંગ 27મેએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

By

Published : May 26, 2021, 2:26 PM IST

નવનિર્વાચિત કેન્દ્રિય નિર્વાસિત તિબેટ સરકારના રાષ્ટ્રપતિ પેમ્પા સેરિંગ 27 મેએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ગુરુવારે સવારે 9.55 વાગ્યે એક સાદા કાર્યક્રમમાં આ શપથગ્રહણ સમારોહ યોજાશે. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ આ સમારોહમાં માત્ર 5 જ લોકો ઉપસ્થિત હશે.

તિબેટ સરકારના રાષ્ટ્રપતિ પમ્પા સેરિંગ 27મેએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે
તિબેટ સરકારના રાષ્ટ્રપતિ પમ્પા સેરિંગ 27મેએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

  • તિબેટ સરકારના રાષ્ટ્રપતિ તરીકે પેમ્પા સેરિંગ લેશે શપથ
  • 27 મેએ સાદા કાર્યક્રમમાં શપથગ્રહણ સમારોહ યોજાશે
  • શપથગ્રહણ સમારોહમાં માત્ર 5 જ લોકો ઉપસ્થિત રહેશે

ધર્મશાળાઃ તિબેટ સરકારના રાષ્ટ્રપતિ તરીકે પેમ્પા સેરિંગ 27 મેએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. તે દરમિયાન તિબત સરકારના મુખ્ય ન્યાયાધીશ પેમ્પા સેરિંગને તેમના કાર્યાલયમાં પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે.

આ પણ વાંચો-આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વ સરમાએ શપથ ગ્રહણ કર્યા

ગુરુવારે સવારે 9.55 વાગ્યે એક સાદા કાર્યક્રમમાં આ શપથગ્રહણ સમારોહ યોજાશે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર, આ સમારોહમાં માત્ર 5 જ લોકો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો-ત્રીજી વખત મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા, વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

પેમ્પા સેરિંગ અને કેલસંગ દોરજા વચ્ચે મુકાબલો હતો

આ સાદા શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ પેમ્પા સેરિંગ પૂર્વ અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ ડો. લોબસંગ સાંગ્યે, મુખ્ય ન્યાયાધીશના કમિશનર 2 અન્ય લોકો ઉપસ્થિત રહેશે. આ વખતે તિબેટની ચૂંટણીમાં પેમ્પા સેરિંગે સીટીએના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ તરીકે જીત મેળવી છે. આ પદ માટે કેલસંગ દોરજે અને પેમ્પા સેરિંગ વચ્ચે મુકાબલો હતો. પેમ્પા સેરિંગના 34,324 તો કેલસંગ દોરજેના 28,907 વોટ મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details