ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સામાન્ય ઝગડામાં ગુરુએ શિષ્ય પર તાકી બંદૂક - teacher pointed the gun at student

રાજસ્થાનના પાલી જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ જાડનમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ શિક્ષકે દેશી તમંચો બહાર કાઢયો હતો. ટીસી લેવા આવેલા વિદ્યાર્થી અને સાહેબ વચ્ચે બોલાચાલી થઇ હતી. હાલમાં પોલીસે આરોપી માસ્ટર અને હંગામો મચાવનારા કેટલાક વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી છે. આ ઘટના શુક્રવાર રાત્રની છે. fight between a teacher and a student, teacher pointed the gun at student, Students arrested in Rajasthan

સામાન્ય ઝગડામાં ગુરુએ શિષ્ય પર તાકી બંદૂક
સામાન્ય ઝગડામાં ગુરુએ શિષ્ય પર તાકી બંદૂક

By

Published : Aug 20, 2022, 7:11 PM IST

રાજસ્થાન સોજાત તાલુકામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ઓમ વિશ્વદીપ ગુરુકુલ સ્વામી મહેશ્વરાનંદ આશ્રમ જાડનના સ્વામી પરમાનંદ મહાવિદ્યાલયમાં ગુરુ શિષ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી (fight between a teacher and a student). ઝઘડો એટલો વધી ગયો કે ગુરુકુળના શિક્ષકે ગેરકાયદેસર દેશી તમંચો બહાર કાઢ્યો હતો (teacher pointed the gun at student). જે બાદ બંને પક્ષે વાતાવરણ ગરમાયું હતું અને વિદ્યાર્થીની સાથે આવેલા કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો પ્રેમ પ્રકરણમાં પિતાએ પુત્રી પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ

વિદ્યાર્થી શિક્ષક વચ્ચે ઝગડો વિદ્યાર્થી બીએની ડિગ્રી પૂરી કર્યા બાદ ટીસી લેવા કોલેજ આવ્યો હતો. ત્યારબાદ બોલાચાલી બાદ વિવાદ વકર્યો હતો. શિવપુરા પોલીસ સ્ટેશનના અધિકારી મહેશ ગોયલ કોલેજ પહોંચ્યા હતા. તેઓએ આરોપી શિક્ષક હિરા પ્રકાશની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમના કબજામા રહેલી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવંતા કારતુસ મળી આવ્યા હતા. આ કેસમાં હંગામો મચાવનાર વિદ્યાર્થીઓની પણ કલમ 151 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાન બગડ્યા, જાહેરમાં બોલી ગયા અપશબ્દો

શિક્ષક પાસેથી દેશી તમંચો પકડાયો પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે કૃષ્ણ જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. આ દરમિયાન ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીં પહોંચ્યા હતા. આરોપ છે કે તેણે કોઈ વાતને લઈને દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. શિક્ષક હિરાપ્રસાદ જાટે તેને અટકાવ્યો અને આશ્રમની બહાર કાઢી મૂક્યો. શુક્રવારે વિદ્યાર્થી તેના કેટલાક મિત્રો સાથે જાડન આશ્રમ પહોંચ્યો અને શિક્ષક હીરા પ્રસાદ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details