ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tahawwur Rana Extradition: મુંબઈ 26/11 હુમલાનું કાવતરું ઘડનાર પાકિસ્તાનીને ભારત લાવવામાં આવશે - mumbai taj attack case

ભારતે 10 જૂન 2020 ના રોજ 62 વર્ષીય તહવ્વુર રાણાની ધરપકડની માંગણી કરતી ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે અમેરિકાના જો બિડેન પ્રશાસને રાણાને ભારત મોકલવાનું સમર્થન અને મંજૂરી આપી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં તેની ભૂમિકાની તપાસ કરી રહી છે.

Tahawwur Rana Extradition: મુંબઈ 26/11 હુમલાનું કાવતરું ઘડનાર પાકિસ્તાનીને ભારત લાવવામાં આવશે
Tahawwur Rana Extradition: મુંબઈ 26/11 હુમલાનું કાવતરું ઘડનાર પાકિસ્તાનીને ભારત લાવવામાં આવશે

By

Published : May 18, 2023, 11:42 AM IST

નવી દિલ્હી:26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી કોર્ટે તહવ્વુરના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. હવે NIA અમેરિકી સરકારના સંપર્કની મદદથી તહવ્વુરને વહેલી તકે ભારત લાવશે. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે, જેણે લશ્કરના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને 26/11ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું. ભારત સરકારની માંગ પર તહવ્વુરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી.

48 પાનાનો કોર્ટનો આદેશ:યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાના યુએસ મેજિસ્ટ્રેટ જજ જેક્લીન ચુલજિયાને તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. તેણે દસ્તાવેજોના આધાર સાથે દલીલો પણ ધ્યાનમાં લીધી. આ પછી, મંગળવારે (16 મે) ના રોજ, 48 પાનાના કોર્ટના આદેશમાં, તહવ્વુર રાણાને ભારત મોકલવાની વાત કરવામાં આવી હતી. ન્યાયાધીશ જેક્લીન ચુલજિયાને આદેશમાં લખ્યું છે કે, દસ્તાવેજોની સમીક્ષા અને વિચારણાના આધારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રાણાના પ્રત્યાર્પણની મંજૂરી આપે છે. તહવ્વુર રાણાની આ હુમલાઓમાં તેની ભૂમિકા માટે ભારત દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણની વિનંતી પર યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી.

NIA 26/11 હુમલામાં ભૂમિકાની તપાસ કરી રહી:ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે. NIAએ કહ્યું છે કે, તે તેને ભારત લાવવા માટે કાર્યવાહી શરૂ કરવા તૈયાર છે. કોર્ટની સુનાવણી દરમિયાન, યુએસ સરકારના વકીલોએ દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર, પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી, લશ્કર-એ-તૈયબા (LET)માં સામેલ હતો અને તે હેડલી અને તેની પ્રવૃત્તિઓને મદદ કરવામાં સામેલ હતો. તેને કવર આપીને તે ટેકો આપતો હતો. જેમાં આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગીઓ સામેલ હતા. હેડલીની મીટિંગમાં શું ચર્ચા થઈ હતી તે વિશે રાણા જાણતો હતો.

  1. Political Life of Siddaramaiah: દાયકા બાદ ફરી સિદ્ધારમૈયા કર્ણાકટના 'કિંગ', જાણો નવા CM રાજકીય સફર
  2. મોદી કેબિનેટમાં મોટો ફેરફાર, કિરેન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય પાછું ખેંચ્યું

ABOUT THE AUTHOR

...view details