નવી દિલ્હીઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનને પત્ર લખ્યો (pakistan writes to Afghanistan) છે. આ પત્રમાં પાકિસ્તાને લખ્યું છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લીડર મસૂદ અઝહર (seeking arrest of jem chief masood azhar) અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે, તેની ધરપકડ કરો. પાકિસ્તાને કહ્યું છે કે, મસૂદ અઝહર નાંગરહાર અને કુનાર વિસ્તારમાં છુપાયો હોવાની શક્યતા છે. તેથી તેને શોધીને તેની ધરપકડ કરી જાણ કરવી જોઈએ. એટલું જ નહીં, પાકિસ્તાનના ગુપ્તચર વિભાગે અઝહરના સંભવિત સ્થળોની માહિતી પણ શેર કરી છે.
અફઘાનિસ્તાને આપી પ્રતિક્રિયા :પાકિસ્તાનના આ પત્ર પર અફઘાનિસ્તાને પ્રતિક્રિયા આપી છે. તેણે પાકિસ્તાન તરફથી આવા કોઈ પત્રનો ઈન્કાર કર્યો છે. તાલિબાન સરકારના વરિષ્ઠ નેતા અને સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી પ્રતિનિધિ સુહેલ શાહીને કહ્યું છે કે, અમને અફઘાનિસ્તાનમાં મસૂદ અઝહરની હાજરી વિશે કોઈ માહિતી નથી અમે અમારા દેશમાં આવી કોઈ વ્યક્તિને સમર્થન આપતા નથી જેઓ આપણા દેશમાં રહીને બીજા દેશ માટે ષડયંત્ર રચે છે.
આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહી :SCOની બેઠક ઉઝબેકિસ્તાનની રાજધાની સમરકંદમાં 15-16 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભારત આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવી શકે છે. તો શું પાકિસ્તાને આ સંભાવનાને ધ્યાનમાં રાખીને અઝહરની ધરપકડની માંગણી કરી છે? ભારતે હંમેશા પાકિસ્તાનને મસૂદ અઝહરના આતંકવાદી કૃત્યો અંગે ચેતવણી આપી છે. તે પાકિસ્તાનમાં હોવાનો પુરાવો પણ આપતો રહ્યો, પરંતુ બાજવા અને તેના રાજકીય ભાગીદારો આ બાબતને સમજી શક્યા નહીં.
કોણ છે મસૂદ અઝહર :મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લીડર છે. 1998માં કંદહારને હાઇજેક કરવાનું કાવતરું ઘડ્યું હતું. જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલા માટે જવાબદાર છે. 2001 સંસદ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. ભારતમાં થયેલા ઘણા આતંકવાદી હુમલા માટે સીધો જવાબદાર છે. ભારતે મસૂદ અઝહર પાકિસ્તાનમાં હોવાના અનેક વખત પુરાવા આપ્યા છે, પરંતુ બાજવા અને તેમની સરકાર આ વાતને નકારી રહી છે. હવે SCOની બેઠક પહેલા પાકિસ્તાને પોતાને આતંકવાદનો શિકાર ગણાવતા પત્ર લખવાનું શરૂ કર્યું છે.